Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના પટેલ પરિવારની દીકરીની આત્મહત્યા, માતાએ હોમવર્ક માટે આપેલો ઠપકો સહન ન કરી શકી

સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ઉત્તરાયણના દિવસે હોમવર્ક ન કરતા માતાએ ટ્યુશન શિક્ષકને કહેતા વિદ્યાર્થીનીને લાગી આવ્યું હતું. જેથી ગુસ્સામાં આવીને કિશોરીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. 

સુરતના પટેલ પરિવારની દીકરીની આત્મહત્યા, માતાએ હોમવર્ક માટે આપેલો ઠપકો સહન ન કરી શકી

ચેતન પટેલ/સુરત :સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ઉત્તરાયણના દિવસે હોમવર્ક ન કરતા માતાએ ટ્યુશન શિક્ષકને કહેતા વિદ્યાર્થીનીને લાગી આવ્યું હતું. જેથી ગુસ્સામાં આવીને કિશોરીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. 

fallbacks

ડિંડોલીમાં ધોરણ 10 ની એક વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આલોક રેસિડન્સીમાં રહેતા પ્રકાશભાઈ પટેલ ઝેરોક્ષની દુકાન ચલાવે છે. તેમની દીકરી ખુશી પ્રકાશભાઈ પટેલ (ઉ.વ. 15) ધોરણ 10માં અભ્યાસ કરે છે. પ્રકાશ પટેલનો પરિવાર મૂળ મહેસાણાનો વતની છે. મકરસંક્રાંતિના રોજ ઓનલાઈન અભ્યાસના લેશન બાબતે માતાએ ખુશીને ઠપકો આપ્યો હતો. તેમજ સ્કૂલના શિક્ષકને ફોન કરી દીકરીએ લેશન નથી કર્યું એ ફરિયાદ કરી હતી. ત્યારે ખુશીને આ મુદ્દે મનદુઃખ થયું હતું. ત્યારબાદ કોઈને પણ જાણ કર્યા વગર ખુશી એકાંતમાં જઈ કોઈ ઝેરી દવા પી ગઈ હતી. 

આ પણ વાંચો : ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ અંગે મોટા સમાચાર 

આ બાબતની જાણ દવાની અસર થયા બાદ પરિવારજનોને પડી હતી. માતા જાણ થતા જ તેમણે ખુશીની પૂછપરછ કરી હતી. જેના બાદ ખુશીએ દવા પીધી હોવાનું કહ્યું હતું. જેથી ખુશીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવી હતી. જ્યા ટૂંકી સારવાર બાદ ખુશીનું મોત નિપજ્યું હતું. ખુશીના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ડિંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

તો ઉત્તરાયણના દિવસે જ પરિવારે વ્હાલસોયી દીકરી ગુમાવી હતી. ખુશી પ્રકાશભાઈની એકની એક દીકરી હતી. તેમજ તેનો સ્વભાવ પણ ગુસ્સાવાળો હોવાનું સંબંધીઓએ જણાવ્યું હતું. તેથી તેણે આ પગલુ ભર્યું હોઈ શકે તેવી શક્યતા છે. 

આ પણ વાંચો :આવતીકાલે સવારે 9 ના ટકોરે ગુજરાતમાં વેક્સીનનું મહાઅભિયાન શરૂ થશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More