Home> Gujarat
Advertisement
Prev
Next

સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે નદીમાં ડૂબવાથી 2 બાળકીના મોત

જિલ્લના ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ભોગાવા નદીમાં ડુબી જતાં 2 બાળકીના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. ગત બે દિવસથી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે વિસ્તારમાં મોટા ભાગના જળાશયો અને તળાવોમાં પાણીની સારી એવી આવક થઇ છે. જેના લીધે ભોગવા નદીમાં પણ સારુ પાણી આવ્યું હતું. જેમાં બે બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. 

સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે નદીમાં ડૂબવાથી 2 બાળકીના મોત

મયુર સંધી/સુરેનેદ્રનગર: જિલ્લના ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ભોગાવા નદીમાં ડુબી જતાં 2 બાળકીના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. ગત બે દિવસથી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે વિસ્તારમાં મોટા ભાગના જળાશયો અને તળાવોમાં પાણીની સારી એવી આવક થઇ છે. જેના લીધે ભોગવા નદીમાં પણ સારુ પાણી આવ્યું હતું. જેમાં બે બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. 

fallbacks

મળતી માહિતી અનુસાર, ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ભોગાવા નદીમાં ડૂબી જતા 2 બાળકીઓના મોત થયા હતા. મળી રહેલી માહિતી અનુસારા બંન્ને બાળકીઓની ઉંમર 6થી સાત વર્ષની છે. નવી મોરવાડ ગામમાંથી પસાર થતી ભોગાવા નદીમાં પાણીની સારી આવક આવવાને કારણે નદી બે કાંઠે વહી રહી છે. જેમાં રમતા-રમતા બે બાળકીઓ ડૂબી ગઇ હતી.

વરસાદી આફક બાદ વડોદરા શહેરમાં સર્જાઇ તારાજી, જુઓ તસવીરો

બાળકીઓ ડૂબીવાની ખબર ગામ લોકોને પડતા ગામના સ્થાનિક તરવૈયારઓ દ્વારા તેને બાચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અંતે બાળકીઓના મોત થયા હતા. મોત થવાને કારણે બંન્ને બાળકીઓના પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More