Home> Gujarat
Advertisement
Prev
Next

Surat માં નવી સિવિલમાં મ્યુકોરમાઈક્રોસિસના 25 દર્દીઓ સારવાર હેઠળ, ત્રણ દર્દીઓની સર્જરી

સુરતમાં વધી રહેલા મ્યુકોરમાઈક્રોસિસનાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા સિવિલમાં જૂની બિલ્ડીંગ, ઈ.એન.ટી.વિભાગ ખાતે જે-૩ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

Surat માં નવી સિવિલમાં મ્યુકોરમાઈક્રોસિસના 25 દર્દીઓ સારવાર હેઠળ, ત્રણ દર્દીઓની સર્જરી

સુરતઃ કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા બાદ હવે મ્યુકોરમાઈક્રોસિસ નામની નવી ગંભીર બિમારીમાં સપડાઈ રહ્યાં છે. સુરતમાં વધી રહેલા મ્યુકોરમાઈક્રોસિસનાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા સિવિલમાં જૂની બિલ્ડીંગ, ઈ.એન.ટી.વિભાગ ખાતે જે-૩ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

fallbacks

નવી સિવિલમાં મ્યુકોરમાઈક્રોસિસના કુલ ૨૫ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી આજરોજ ત્રણ દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. ઈ.એન.ટી. હેડ અને પ્રો.ડો.જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વોર્ડમાં આસિ. પ્રોફેસર ડો.રાહુલ પટેલ, આસિ. પ્રો.ડો. આનંદ ચૌધરી સહિતની ટીમે ફરજ નિભાવી છે.

આ પણ વાંચો:- કોરોના કહેર વચ્ચે દારૂ પાર્ટી, આણંદમાં 4 યુવતીઓ સહિત 13 નબીરાઓ ઝડપાયા

ઈ.એન.ટી. હેડ અને પ્રો.ડો.જૈમિન કોન્ટ્રાક્ટર જણાવે છે કે, જે દર્દીઓને આ રોગની અસર થઈ છે, તેમને ત્વરિત સારવારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એનેસ્થેસિયા આપી દૂરબિન વડે ઓપરેશન કરવામાં આવે છે. આ રોગના ત્રણ દર્દીઓની સર્જરી બાદ તેમની હાલત સ્થિર છે. જેમને આંખના ડોળા આસપાસ દુઃખાવો હોય, નાકમાંથી પાણી નીકળતું હોય તેમણે સાવધાની સાથે હળવા હાથે સાફ કરવું.

આ પણ વાંચો:- કોરોનાને માત આપવામાં ગુજરાત અગ્રેસર, બીમારી સામે સાજા થતા દર્દીઓમાં સતત વધારો

તેમજ ચામડી પર કોઈ ઘા લાગેલો હોય તો તેની યોગ્ય સારવાર કરવી કેમ કે તેના દ્વારા પણ આ રોગ પ્રસરી શકે છે. ડાયાબિટીક અને સ્ટીરોઈડ લીધેલા દર્દીઓમાં વધુ ઝડપે ઈન્ફેકશન કરે છે, એટલે સુગર લેવલ સામાન્ય રાખવા તેમજ સ્ટીરોઈડ લેવામાં પણ ધ્યાન રાખવુ જરૂરી બનતું હોય છે.

આ પણ વાંચો:- રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, કોરોનાની સારવારના ખર્ચમાં મળશે મોટી રાહત

મ્યુકોરમાઈક્રોસિસ શું છે?
કોરોના થયા બાદ અમુક દર્દીઓમાં મ્યુકોરમાઈક્રોસિસના લક્ષણો સામે આવી રહ્યા છેય મ્યુકોરમાઈક્રોસિસ રોગને ‘બ્લેક ફંગસ’ તરીકે પણ ઓળખાય છે. કેમ કે, તે ફંગસ એટલે કે ફૂગથી ફેલાય છે. કોરોના દર્દીને આ રોગ આંખ, નાક, ચામડી અને ફેફસાને ક્ષતિ પહોંચાડે છે. ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને કોવિડ૧૯ થયા પછી ઝડપથી ચેપ પહોંચાડતું હોવાનું તારણ આવ્યુ છે.

આ પણ વાંચો:- આગામી દિવસોમાં મારું શહેર કોરોના મુક્ત શહેર અભિયાન શરૂ કરાશે: પ્રદીપસિંહ જાડેજા

ડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઈડનું કોમ્બિનેશન મ્યુકરમાઈકોસિસનું જોખમ વધારી દે છે. મ્યુકરમાઈકોસિસથી બચવા કોરોના થયા બાદ વ્યક્તિને જો માથું, આંખ, જડબા અને ગળામાં દુ:ખાવો જેવા લક્ષણો જણાય તો તરત જ તબીબી તપાસ કરાવવી જોઈએ.

આ પણ વાંચો:- પુત્રની યાદમાં મહિલા આખી રાત સૂઈ રહે છે સ્મશાનમાં, વાયરલ ફોટા પાછળ કંઈક આ છે સત્ય

મ્યુકરમાઈકોસિસની ફૂગ સડો પામતા શાકભાજી અને કચરામાં જોવા મળે છે. સામાન્ય રીતે તે આપણી આસપાસના વાતાવરણમાં બધે જ વ્યાપ્ત છે. આપણે રોજ આ ફૂગના વિષાણુને શ્વાસમાં લઈએ છીએ, પરંતુ પૂરતી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા સામાન્ય માનવીને તેનાથી નુકસાન થતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More