Home> Gujarat
Advertisement
Prev
Next

સસ્પેન્ડેડ lAS ગૌરવ દહિયાને લીનુસિંહ કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસની ક્લિનચીટ

ઉલ્લેખનીય છે કે, આઈએએસ ગૌરવ દહિયા પર ચાર-પાંચ મહિના પહેલા દિલ્હીની લિનું સિંહ નામની એક મહિલાએ પોતે પરિણીત હોવા છતાં પણ તેની સાથે લગ્ન કરીને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત તપાસ સમિતિના રિપોર્ટના આધારે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા. 

સસ્પેન્ડેડ lAS ગૌરવ દહિયાને લીનુસિંહ કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસની ક્લિનચીટ

નવી દિલ્હીઃ સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને દિલ્હી પોલીસ દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે. દિલ્હી પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આઈએએસ ગૌરવ દહિયા પર આરોપ લગાવનારી મહિલા લીનુ સિંહ અગાઉથી જ પરિણીત છે અને બાળકી પણ દહિયાની નથી. હવે દિલ્હી પોલીસનો રિપોર્ટ મળ્યા પછી ગૌરવ દહિયાનું સસ્પેન્શન રદ્દ કરવું નહીં તે અંગેનો નિર્ણય રાજ્ય સરકારનો જીએડી વિભાગ લેશે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, આઈએએસ ગૌરવ દહિયા પર ચાર-પાંચ મહિના પહેલા દિલ્હીની લિનું સિંહ નામની એક મહિલાએ પોતે પરિણીત હોવા છતાં પણ તેની સાથે લગ્ન કરીને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત તપાસ સમિતિના રિપોર્ટના આધારે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા. 
 
ગંભીર આરોપ સાથે મહિલાએ અરજી કરી હતી
આરોગ્ય વિભાગના કમિશનર અને ગુજરાતના સિનિયર આઈએએસ દહિયા સામે દિલ્હીની મહિલાએ સ્થાનિક વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે અરજી કરી હતી. મહિલાએ તેમાં જણાવ્યું હતું કે, દહિયા પરણિત હોવા છતાં તેમણે તેને બીજા લગ્ન કરવા દબાણ કરીને છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, એક દિવસ અધિકારીએ સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તેના બિભત્સ ફોટા-વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું. જે બાદ 2018માં લગ્ન કર્યા હતા. 

મોડલ બનવાના સપના જોઈ મુંબઈ જવા નીકળેલી 13 વર્ષની કિશોરીને 3 લોકોએ હવસનો ભોગ બનાવી

જોકે, આઈએએસ દહિયાએ પણ મહિલા સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, આ મહિલાએ તેમને પોતાનો પરિવારને છોડીને સાથે રહેવા દબાણ કર્યું હતું અને આમ ન કરું તો મને સમાજ અને કામના સ્થળે બદનામ કરવાની ધમકી આપતી હતી.

આઈએએસ દહિયાએ પોતાની અરજીમાં આક્ષેપ કર્યો હતો કે, ફેસબુકના માધ્યમથી 2017માં તેઓ દિલ્હીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હી જવાનું હતું ત્યારે મહિલા સાથે મુલાકાત થઈ હતી. દિલ્હીની એક હોટલમાં મુલાકાત દરમિયાન પોતે પરિણિત હોવાનું કહેવા છતા મહિલાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મદદ પણ કરી, પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેઈલ કરીને નાણાં પડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા.

‘હું પાતળી બોડીથી કંટાળી ગયો છું, મમ્મી-પપ્પા સોરી...’ લખીને યુવક પંખા સાથે લટકી ગયો

દિલ્હીમાં એકબીજાની સમજૂતી સંબંધ બાંધ્યા
બન્ને વચ્ચે દિલ્હીમાં 2018માં રૂબરૂ પ્રથમ મુલાકાત થઈ હતી અને એકબીજાની સમજૂતીથી સંબંધ બાંધ્યા હતા. લીનુસિંહે ગૌરવ દહિયાને દિલ્હીના પોશ વિસ્તારમાં ઘર લેવા દબાણ કર્યું હતું અને તેની માંગણીને વશ થઈ ગૌરવે ઘર પણ લઈ આપ્યું હતું. ગૌરવ દહિયાને બ્લેકમેઈલ કરવા માટે 23 જાન્યુઆરી 2019ના રોજ લીનુસિંહે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. લીનુસિંહે ગુજરાતમાંથી ઘર સંસાર છોડી અને પોતાની સાથે રહેવા દબાણ કર્યું હતું.

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More