Home> Gujarat
Advertisement
Prev
Next

આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં ગોલમાલ? પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે સવાલ

આરોગ્ય વિભાગમાં સ્ટાફ નર્સની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવાર, 9 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવામાં આવી હતી. આશરે 50 હજાર કરતા વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ હવે આ પરીક્ષા સામે સવાલો ઉઠી રહ્યાં છે. 

 આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં ગોલમાલ? પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે સવાલ

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી ભરતી માટે લેવામાં આવતી પરીક્ષાઓનો ઈતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે. અત્યાર સુધી અનેક વખત પેપરો ફૂટ્યા છે. હવે ગઈકાલ એટલે કે 9 ફેબ્રુઆરીએ લેવાયેલી સ્ટાફનર્સની પરીક્ષા સામે સવાલો ઉભા થયા છે. રાજ્યભરમાં 9 ફેબ્રુઆરીએ 1900થી વધુ સ્ટાફનર્સની ભરતી માટે વિવિધ સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવી હતી. આજે આ પરીક્ષાની આન્સર કી જાહેર થવાની સાથે સવાલો ઉઠી રહ્યાં છે.

fallbacks

શું છે વિવાદ?
રાજ્યમાં ગઈ કાલે લેવાયેલી આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સ્ટાફ નર્સની પરીક્ષા સામે સવાલ ઉઠાવ્યા છે. તો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પણ સવાલ ઉઠાવ્યા છે. ઓજસ વેબસાઈટ પર મૂકાયેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબો દર્શાવવામાં આવ્યા છે તે મુજબ દરેક સિરીઝના પેપરના જવાબો એક સમાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સવાલ એ છે કે આખરે કેવી રીતે

તમામ સિરીઝનાં પેપરના જવાબ એક જ હોઈ શકે? કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો છે કે તમામ પ્રશ્નોના જવાબ ABCD સિકવન્સમાં આવે તે રીતે પૂછાયા છે. તો પછી આ રીતે પરીક્ષા લેવાનો મતલબ શું છે? 9 ફેબ્રુઆરીએ કુલ 1903 જગ્યાઓ માટે લેવાઈ હતી સ્ટાફ નર્સની પરીક્ષા. અને સ્ટાફ નર્સની પેપર 2ની આન્સર કી સામે સવાલ ઉઠ્યા છે. દરેક સિરીઝનાં પેપરના જવાબ એક જ હોવાથી સવાલ ઉઠ્યા છે. આખરે આવું કઈ રીતે બની શકે? શું પેપર સેટરે ઓછી મહેનત પડે એ માટે આ પ્રકારે પેપર સેટ તૈયાર કર્યા હતા કે પછી કોઈ માનીતા ઉમેદવારોને ગોઠવવા માટેની આ ગોઠવણ હતી? સવાલ અનેક છે અને ઓજસ વેબસાઈટ પર જાહેર થયેલી પ્રોવિઝનલ આન્સર કી સામે ઉઠેલા સવાલના જવાબ મેળવવા જરૂરી છે. કેમ કે, આ કોઈ એક-બે ઉમેદવારોનો નહીં, પૂરા 50 હજારીથી વધુ ઉમેદવારોના ભવિષ્યનો સવાલ છે.

કેમ ઉઠ્યા સવાલ
ગૌણ સેવા દ્વારા સ્ટાફનર્સની લેવાયેલી પરીક્ષામાં કુલ બે પેપર હતા. એક પેપર ગુજરાતીનું અને બીજું સંબંધિત ભરતીનું હતું. આ બંને પેપર એમસીક્યુ આધારિત હતા. બીજા પેપરમાં સવાલો ઉભા થયા છે. બીજા પેપરમાં કુલ ચાર સિરીઝ હતી. આન્સર કી જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે સિરીઝ A માં જવાબની શરૂઆત A, B, C અને D થી થાય છે. જ્યારે બાકીના એટલે કે સિરીઝ બી, સી અને ડીમાં જવાબની શરૂઆત CDAB પ્રમાણે થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More