વડોદરા: આનંદસાગર સ્વામીનો ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણીનો મામલો હવે ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કર્યા બાદ આનંદસાગર સ્વામીને પોતાની ભૂલનુ ભાન થયુ હતું અને તેમણે પોતાની ભુલનો સ્વીકાર કર્યો છે. એટલુ જ નહિ, પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા અને સાત દિવસ ઉપવાસના આદેશ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આનંદસાગર સ્વામીએ હરિધામ સોખડાના પ્રબોધ સ્વામી ગ્રૂપના સ્વામી છે. તેમણે અમેરિકામાં આ પ્રકારનું પ્રવચન આપ્યુ હતું જેનો વિવાદ થતા વીડિયો વાયરલ થયો હતો. તેમણે પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા સ્વામી ગણાવ્યા હતા. આવી વાત જાહેર કરતા ભક્તોની લાગણી દુભાઈ હતી. આનંદસાગર સ્વામીએ નવો વીડિયો જાહેર કરીને માફી માંગી છે.
શિવ ભક્તોએ વિરોધ દર્શાવ્યો
ગઈકાલે રાજકોટમાં આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી હતી. સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે ભગવાન મહાદેવ પર વાણીવિલાફ કરનાર આનંદસાગર સ્વામીએ પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો : મંગળવારે અમંગળ : લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોને કાળ ભરખી ગયો
પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી
પોતાની ભૂલ સ્વીકરતા આનંદસાગર સ્વામીએ કહ્યું કે, આ અવસર થયો, ત્યારે પ્રબોધ સ્વામીએ કડક શબ્દોમાં સૂચન કર્યું અને શિબિર દરમિયાન મૌન આપ્યું છે. ત્યાર પછી મને સજારૂપે સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે. મારી વાણીથી ભક્તોની લાગણી દુભાઈ છે. તેથી હું સનાતત ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું.
આ પણ વાંચો : ગાંધીજીની રાહે ચાલતી કચ્છની દાદીઓ, તેમણે ચરખા પર બનાવેલી ખાદીની જાપાનમાં છે માંગ
આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ વિશે શું કહ્યું હતું...
વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ... એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આપણને સૌને થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે