Home> Gujarat
Advertisement
Prev
Next

હાથરસ ઘટનાના વિરોધમાં સફાઇ કર્મચારીઓની મંગળવારે એક દિવસીય હડતાળ

  ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર થયેલા કથિત ગેંગરેપ અને હત્યાનાં વિરોધમાં ન્યાયની માંગ સાથે મંગળવારે ગુજરાત અમદાવાદ સફાઇ કર્મચારીઓ એક દિવસ માટે કચરો નહી ઉપાડે તથા સફાઇ પણ નહી કરે. હાથરસની યુવતી પર થયેલા કથિત ગેંગરેપ મુદ્દે ન્યાયની માંગ સાથે એક દિવસ પુરતી સફાઇની કામગીરી બંધ રહેશે. શહેરનાં હજારો સફાઇ કર્મચારીઓ મંગળવારે કચરો ઉપાડે. આ યુવતી પર થયેલા અત્યાચારનો સમગ્ર દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં યુવતીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. 

હાથરસ ઘટનાના વિરોધમાં સફાઇ કર્મચારીઓની મંગળવારે એક દિવસીય હડતાળ

અમદાવાદ :  ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર થયેલા કથિત ગેંગરેપ અને હત્યાનાં વિરોધમાં ન્યાયની માંગ સાથે મંગળવારે ગુજરાત અમદાવાદ સફાઇ કર્મચારીઓ એક દિવસ માટે કચરો નહી ઉપાડે તથા સફાઇ પણ નહી કરે. હાથરસની યુવતી પર થયેલા કથિત ગેંગરેપ મુદ્દે ન્યાયની માંગ સાથે એક દિવસ પુરતી સફાઇની કામગીરી બંધ રહેશે. શહેરનાં હજારો સફાઇ કર્મચારીઓ મંગળવારે કચરો ઉપાડે. આ યુવતી પર થયેલા અત્યાચારનો સમગ્ર દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં યુવતીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. 

fallbacks

વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 2.68 લાખનો દારૂનો જથ્થો મળ્યો, PI-PSI સસ્પેન્ડ

દલિત યુવતી પર થયેલા કથિત કથિત ગેંગરેપ અને હત્યાના વિરોધમાં મંગળવારે સમગ્ર અમદાવાદ શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા સામુહિક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કનોકર મંડળ દ્વારા આ મુદ્દે જણાવાયું કે, હાથરસની યુવતી પર થયેલા ગેંગરેપ મુદ્દે ન્યાયની માંગ સાથે શહેરમાં એક દિવસ પુરતી સફાઇની કામગીરી બંધ રાખવામાં આવશે. શહેરના 20 હજારથી વધારે સફાઇ કર્મચારીઓ મંગળવારે શહેરમાંથી કચરો નહી ઉપાડે. આ યુવતી પર અત્યાચારનો સમગ્ર દલિત સમાજ વિરોધ કરી રહ્યું છે. 

પપ્પા હું પ્રેમને પામવા જઇ રહી છું મને શોધશો નહી? તરૂણીને પ્રેમીએ અધવચ્ચે જ છોડીને ભાગી ગયો અને...

આ ઘટનામાં યુવતીનાં પરિવારને ન્યાય મળે તેવી નોકર મંડળ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મંગળવારે 10 લોકો શાંતિપુર્વક વિરોધ કરીને શુભાષબ્રિજ ખાતે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પણ આપશે. પરિવારને ન્યાય મળે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ઠેર ઠેર ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More