જસદણઃ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને અતિ ઉચ્ચ દરજ્જો આપણી સંસ્કૃતિમાં આપવામાં આવ્યો છે. ભારતીય પરંપરા તો ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં માનતી સંસ્કૃતિ છે અને માતા પિતા પછીનો દરજ્જો ગુરુ કે શિક્ષકને આપવામાં આવે છે. ત્યારે આ ગુરુ જો સંસ્કાર કે મર્યાદાની આમન્યા ઓળંગે તો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે સવાલ પેદા થયા વિના રહે નહીં. આવી જ એક શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.
ગૃહપતિની કાળી કરતૂત
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામની જીવનશાળાની હોસ્ટેલમાં હોસ્ટેલના ગૃહપતિએ હોસ્ટેલમાં રહેતા 14 વર્ષના તરૂણની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી છે. ગુરુ શબ્દને લાંછન લગાવનારાના ગૃહપતિએ ન કરવાનું કર્યું હોવાની ફરિયાદ નોંધાવાતાં ફીટકાર વરસી રહ્યો છે. પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગૃહપતિ કિશન ગાગડીયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
હોસ્ટેલમાં બની ઘટના
જસદણના આંબરડી ગામે આવેલ જીવનશાળાની હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે સગીરના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 14 વર્ષના વિદ્યાર્થીએ કિશન ગાવડિયા સામે લાજ શરમ નેવે મૂકીને અત્યંત અભદ્ર વર્તન કર્યું હોવાનો આરોપ મૂક્યો છે. અમુક વિદ્યાર્થીઓને જર્જરિત રૂમમાં લઈ જઈને નગ્ન કરાવતો અને બાદમાં ન કરવાના કૃત્ય કરવામાં આવતાં. આ અંગે તેણે અગાઉ આચાર્ય રત્ના રાઘવાણીને રજૂઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવાને બદલે એ પણ આ કૃત્યમાં સામેલ થઇ જતાં તરૂણે પોતાના વાલીએ આ સમગ્ર બનાવથી વાકેફ કર્યા હતા અને આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જસદણ પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગૃહપતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ ડીસામા લાશોના ઢગલા પડ્યા! ઘટના નજરે નિહાળનારે કહ્યું, હું આવ્યો તો લાશોના ચીંથડા હતા
જીવનશાળા હોસ્ટેલના સંચાલક જાણે ગૃહપતિનો બચાવ કરતા જોવા મળ્યા હતા. સાથે જ આવા બનાવ બાબતે મને કોઈ વાલી કે વિદ્યાર્થી દ્વારા ફરિયાદ કરાય નથી. તેમજ છેલ્લા 4 વર્ષથી ગૃહપતિ કિશન ગાગડીયા નોકરી કરે છે, અને આવું વર્તન ક્યારેય કર્યું નથી.
જસદણના આંબરડી ગામે જીવનશાળા સંસ્થાના હોસ્ટેલમાં ગૃહપતિ વિદ્યાર્થીઓને રૂમમાં બોલાવી ગંદી હરકતો કરતો હોવાથી આ બાબતે વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા આચાર્ય ને પણ રજૂઆત કરતા હોસ્ટેલમાં આવું જ ચાલશે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. સાથે ગૃહપતિ 14 વર્ષના બાળકો સાથે વિકૃત સેક્સુઅલ હેરેસમેન્ટ કરતો હતો સાથે વિદ્યાર્થી દ્વારા પોતાના વાલીને આ બાબતે ફોન કરીને હોસ્ટેલમાં આવી ગંદી હરકતો કરવામાં આવતી હોવાનું કહ્યું જેની ઓડિયો કલીપ સામે આવી હતી. સાથે વિદ્યાર્થીઓને અલગ જર્જરિત રૂમમાં બેસાડવામાં આવતા હોવાનો આક્ષેપ વાલીએ કર્યો હતો.
જસદણ પોલીસે પોકસો, એન્ટ્રોસિટી, સહિતની કલમો હેઠળ ગૃહપતિ અને આચાર્ય સામે ફરિયાદ નોંધી છે. સાથે ફરિયાદ બાદ પોલીસે ગૃહપતિ કિશન ગાગડીયાની ધરપકડ કરી છે,સાથે આચાર્યએ મદદગારી કરી હોવાથી તેની ધરપકડ કરવાની હજુ બાકી છે.
આંબરડી જીવનશાળા હોસ્ટેલના આચાર્ય આ બાબતે હું કઈ જાણતો નથી,સાથે મને આવી કોઈ ક્યારે ફરિયાદ મળી નથી,મારુ નામ કદાચ બદનામ કરવા માટે લખાવ્યું હોય શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે