Home> Gujarat
Advertisement
Prev
Next

તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો ખાસ જાણી લે કોલ લેટર અંગેના આ અપડેટ

Talati Exam Date : તલાટીની પરીક્ષા માટે 7.76 લાખ કોલ લેટર ડાઉનલોડ થયા... અમદાવાદ સહિત વિવિધ શહેરોના 2694 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા.... 7 મેના રોજ યોજાવાની છે તલાટીની પરીક્ષા...     

તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો ખાસ જાણી લે કોલ લેટર અંગેના આ અપડેટ

Talati Exam Date : ગુજરાતભરમાં 7 મેનાં રોજ તલાટીની પરીક્ષા યોજાનાર છે. તલાટી કમ મંત્રીની ભરતીની લેખિત પરીક્ષા માટે 7.76 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. અમદાવાદ સહિત વિવિધ શહેરમાં 2,697 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. પરીક્ષા માટે કુલ 8.64 લાખ ઉમેદવારોએ સંમતિ આપી દીધી છે. ત્યારે હવે સૌની નજર 7 મેના રોજ લેવાનાર પરીક્ષા પર છે. પરીક્ષાના દિવસે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સાબદું થયું છે. તકેદારીના તમામ પગલા લેવામા આવી રહ્યાં છે.   

fallbacks

7 મેના રોજ ગુજરાતભરમાં તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે 90 ટકાજેટલા ઉમેદવારોએ અત્યાર સુધી કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. પરીક્ષાની તૈયારી માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પરીક્ષા સમિતિઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. તલાટની પરીભા માટે 8.64 લાખ ઉમેદવારોએ સંમતિ આપી હતી. જેની સામે 7.76 લાખ ઉમેદવારોએ તો કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. 

અંબાજી મંદિરમાં હવેથી લગ્નની કંકોત્રી આપનાર નવદંપતીને મળશે એક ખાસ ભેટ

પરીક્ષામા વ્યવસ્થા અંગે હસમુખ પટેલે જણાવ્યું કે, જે જિલ્લાનો ઉમેદવાર હોય તેને તે જિલ્લામાં કેન્દ્ર ફાળવાયુ નથી. ઉમેદવારોના હિતમાં અને પ્રમાણિક લોકો સરકારમા આવે તેવો અમારો પ્રયાસ છે. હાલ અમે નોંધ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવારોની સંખ્યા વધુ છે. તેથી તેમને મહેસાણા, પાટણ અને અમદાવાદ સુધી કેન્દ્રો ફાળવાયા છે. તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસટી અને રેલવે દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવશે. 

હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો હોવાથી બસોમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે પરીક્ષા સમયે ઉમેદવારો માટે બસોની વ્યવસ્થાક રવામા આવશે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી તેઓએ અપીલ કરી છે. 

વૈશાખમાં આવેલા માવઠાએ ભારે કરી, અમરેલીની ગલીઓમાં પૂર જેવું પાણી વહ્યું

જુનિયર ક્લાર્કની પરીક્ષા કરતા વધુ ઉમેદવાર
તાજેતરમાં જ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ 3.92 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. ત્યારે તલાટીની પરીક્ષામાં તેના કરતા બમણા ઉમેદવારો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9 લાખ ઉમેદવારો નોંધાયા હતા, પરંતુ માત્ર 3.92 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More