Home> Gujarat
Advertisement
Prev
Next

તલાટીની પરીક્ષામાં કેન્દ્રોને લઇ સૌથી મોટા અપડેટ : કરાયા છે આ ફેરફાર

Talati Exam Date : ત્રણ પરીક્ષાના કેન્દ્રોમાં બદલાવ કરાયો, તેમજ તલાટીની પરીક્ષામાં ઉમેદવારો અટવાય નહિ તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા આપવામાં આવી 
 

તલાટીની પરીક્ષામાં કેન્દ્રોને લઇ સૌથી મોટા અપડેટ : કરાયા છે આ ફેરફાર

Talati Exam 2023: આગામી 7 માર્ચે યોજાનાર તલાટીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષામાં ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર અને પંચાયત પસંદગી મંડળ દ્વારા રોજ નવા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત પસંદગી મંડળ દ્વારા 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયો છે. વડોદરા, સુરત જિલ્લા અને પાટણમાં પરીક્ષા કેન્દ્રોના સરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી ઉમેદવારોએ આ બાબતની નોંધ લેવી. 
પંચાયત પસંદગી મંડળ દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો.

fallbacks

તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહેલા 3 જિલ્લાના ઉમેદવારો માટે મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયો છે. મંડળ દ્વારા વડોદરા, સુરત અને પાટણના પરીક્ષા કેન્દ્રોના નામમાં ફેરફાર કરાયો છે. આવી સ્થિતિમાં આ ત્રણેય જિલ્લામાં જે ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર આવ્યું હોય તેઓએ આ પરીક્ષા કેન્દ્ર વિશે જાણી લેવું જોઈએ.

પાવાગઢમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ, બ્રિજ બાદ હવે મંદિરનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પડશે?

ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ 
તલાટીની પરીક્ષામાં ઉમેદવારો અટવાય નહિ તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા આપવામાં આવી છે. GSRTC દ્વારા ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન આજ સવારે 11:00 વાગ્યાથી ચાલુ થશે. જેમાં ઉમેદવારો પોતાની બસની જરૂરિયાત જણાવી શકશે. 

બસની સુવિધા મળશે 
તલાટી-કમ મંત્રીની પરીક્ષા માટે રાજ્યના યુવા ઉમેદવારોને અસરકારક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તારીખ 6 અને 7 દરમિયાન ખાસ કિસ્સામાં સ્કૂલ બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા મંજુરી મળશે. એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકાશે. પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવામાં આવશે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે બેઠક યોજી હતી. જેમાં શાળા/કોલેજની બસો તથા ખાનગી બસ સંચાલકોએ તલાટી-કમ મંત્રીનાં ઉમેદવારોને પરીવહનની સેવાઓ પૂરી પાડવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. 

અમદાવાદની સિવિલ હોસ્પિટલે રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધીનું સૌથી વધુ રૂપિયાનુ દાન આવ્યુ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તારીખ 7 મે 2023 નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 

તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખુશખબર : સરકારે ખાસ સુવિધાની જાહેરાત કરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More