Talati Exam Date : તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સંમતિ પત્ર બાબતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ફરીથી ઉમેદવારોને ટકોર કરી છે. તેઓએ આજે તલાટીની પરીક્ષા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, જેણે સંમતિ પત્ર આપ્યુ છે તેને જ કોલ લેટર મળશે.
હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવાશે. પરંતુ તે પહેલા 20મી એપ્રિલે કન્ફર્મેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. સંમતિ પત્ર ભરવાના હવે માત્ર 2 દિવસ બાકી છે. પરીક્ષા આપવા માગતા ઉમેદવારો અચૂક સંમતિપત્ર ભરી દે. તેના વગર પરીક્ષા આપવા નહિ દેવાય.
મારો ધણી ક્યારે આવશે? ગુજરાતના આ ગામની મહિલાઓના નસીબમાં કેમ છે આસું અને વેદના
તેમણે કહ્યું કે, ત્યાર સુધી 6 લાખ ઉમેદવારોના સંમતિ પત્ર આવ્યા છે. વહેલી તકે ઉમેદવારો સંમતિ પત્ર ભરી દે. કોલ લેટર ડાઉનલોડ સમયે સંમતિ પત્રનો નંબર જરૂરી છે. બપોરે 12:30 કલાકે પરીક્ષાનું પેપર આપવામાં આવશે. સંમતિ પત્ર ભરેલા હશે તેમનો જ કોલ લેટર મળશે. સંમતિ પત્રની રસીદ પરીક્ષા કેન્દ્ર પર લાવવાની જરૂર નથી. પરીક્ષા આપવા માગે છે તે પરીક્ષાર્થી સંમતિ પત્રથી જણાવે. પરીક્ષાના 8થી 10 દિવસ પહેલાં કોલ લેટર મળવાનું શરૂ થશે. પ્રશ્નપત્ર એવું તૈયાર કરાયું છે જેથી સમયસર પૂરું થઈ જાય. ઉમેદવારોને પરીક્ષા અન્ય જિલ્લામાં આપવાની રહેશે.
ભરવાડ સમાજે જુના રિવાજોને આપી તિલાંજલિ, આજથી લગ્નોમાં આટલું બંધ...
તો પરીક્ષામાં ડમી ઉમેદવારોને લઈને ખુલેલા કૌભાંડ વિશે તેઓએ કહ્યું કે, ગેરરીતિ અંગે માહિતી આપો, અમે પગલાં લઈશું. પોલીસ વિભાગ પાસે હવામાંથી માહિતી આવી નથી. હું યુવરાજસિંહ જાડેજા સાથે અડધો કલાક બેઠો હતો. યુવરાજસિંહે થોડાક નામ મને મોકલ્યા હતા. તમામ વિગતો મેં ડીજીપી, એટીએસને માહિતી આપી હતી. 70 નામ નહીં પરંતુ આઠેક કોલ-લેટર આપ્યા હતા. ડમીકાંડના એજન્ટોનો પર્દાફાશ થયો છે. ડમીકાંડના એજન્ટોનો ભાવનગરમાં પર્દાફાશ થયો છે. માહિતી આવી એટલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. જિલ્લાએ તપાસ કરતાં તેમાં વધારે નામ ખૂલ્યા છે.
ભાજપના ટાર્ગેટથી આપમાં ફફડાટ : કોર્પોરેટરો તો હાથમાંથી ગયા, હવે ધારાસભ્યોનો વારો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે