Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: પ્રેમી-પંખીડાને તાલિબાની સજા! પ્રેમિકાના માથાના વાળ કાપી નાંખ્યા, ખેતરમાં કપડા ઉતરાવ્યા, પછી...

લીવ ઈન રિલેશનશિપમાં રેહતા પ્રેમી પંખીડાને ગાડીમાં લઇ જઇ માર મારવામાં આવ્યો છે. જેમાં યુવકને માર મારી અન્ય ગાડીમાં મોકલી આપી પ્રેમિકા યુવતીને ઘરે મૂકી જવાના બહાને પરિવારના સભ્યો અવાવરૂ જગ્યા પર લઈ જઈ યુવતીના વાળ કાપી માર મારી યુવતીના કપડા કાઢી લઈ મૂકીને જતા રહ્યા હતા.

VIDEO: પ્રેમી-પંખીડાને તાલિબાની સજા! પ્રેમિકાના માથાના વાળ કાપી નાંખ્યા, ખેતરમાં કપડા ઉતરાવ્યા, પછી...

ઝી બ્યુરો/તાપી: જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામના પ્રેમી પંખીડાને સાથે રહેવાની જાણે તાલિબાની સજા મળી હોઈ એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવક પ્રેમીના પરિવારના સભ્યો દ્વારા પ્રેમિકા યુવતીના વાળ કાપી માર મારી કપડા ઉતારી લઈ ગુનો કરતા વ્યારા પોલીસ મથકમાં આરોપીઓ વિરૂદ્ધ યુવતીએ ફરિયાદ આપી છે. 

fallbacks

રિલેશનશિપમાં રેહતા પ્રેમી પંખીડાને તાલિબાની સજા
તાપી જિલ્લાના વ્યારા ખાતે લીવ ઈન રિલેશનશિપમાં રેહતા પ્રેમી પંખીડાને ગાડીમાં લઇ જઇ માર મારવામાં આવ્યો છે. જેમાં યુવકને માર મારી અન્ય ગાડીમાં મોકલી આપી પ્રેમિકા યુવતીને ઘરે મૂકી જવાના બહાને પરિવારના સભ્યો અવાવરૂ જગ્યા પર લઈ જઈ યુવતીના વાળ કાપી માર મારી યુવતીના કપડા કાઢી લઈ મૂકીને જતા રહ્યા હતા. બનાવની જાણ યુવતીના પરિવારને થતાં તાત્કાલીક યુવતીને વ્યારા પોલીસ મથકે લઇ જઇ આરોપીઓ સરપંચ મહિલા સુનિતા ચૌધરી, તેમના પતિ અજિત ચૌધરી સહિત ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી
તાલિબાની સજાની જાણ યુવતી અને તેમના પરિવારના સભ્યો દ્વારા વ્યારા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવને લઈ પ્રેમી યુવકની માતા એવા સરપંચ મહિલા સુનિતા ગામીત સહિત ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીના કપડા ઉતરાવી માર માર્યાનો આક્ષેપ
તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રેમ સબંધમાં સાથે રહેતા પ્રેમી પંખીડા પૈકી પ્રેમિકાને તાલિબાની સજા આપવામાં આવતા જિલ્લાના લોકો આરોપીઓ વિરૂદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ છે તો બીજી તરફ ભોગબનનાર યુવતી ન્યાયની માંગ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More