Vadodara News: વડોદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ, જ્યાં 27 દિવસ પહેલા એક ભયાનક દુર્ઘટનાએ રાજ્યને હચમચાવી દીધું હતું. મહીસાગર નદી પરનો આ પુલ તૂટી પડ્યો અને એક ટેન્કર બ્રિજના તૂટેલા ભાગ પર અડધું લટકી ગયું. આ ટેન્કર જે તંત્રની નિષ્ફળતાનું પ્રતીક બની ગયું હતું, આખરે 27મા દિવસે સફળતાપૂર્વક ઉતારી લેવાયું છે.
કેવી રીતે પાર પડ્યું ઓપરેશન?
પોરબંદરની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની નિષ્ણાત ટીમે આ અશક્ય લાગતું કામ પાર પાડ્યું. બે હાઇ-ટેક એરબેગ્સ અને કેપ્સુલની મદદથી ટેન્કરને ઉંચું કરી, દોરડાઓ વડે બ્રિજના સુરક્ષિત ભાગ પર ખેંચી લેવાયું. આ જટિલ ઓપરેશનમાં ટેકનોલોજી અને ટીમવર્કનો અદભૂત સમન્વય જોવા મળ્યો છે.
27 દિવસથી લટકતું ટેન્કર કઇ રીતે ઉતારાયું?, કઇ ટેકનોલોજી વપરાઇ?, જાણો એક ક્લિકમાં A to Z માહિતી...#Vadodara #VadodaraBridge #vadodarabridgecollapse #bridgecollapse #Gujarat #BreakingNews #news #vadodarabridgecollapse #Vadodara#ZEE24KALAK pic.twitter.com/R8f5SB4xai
— Zee 24 Kalak (@Zee24Kalak) August 5, 2025
ઓગસ્ટમાં આ તારીખથી મેઘો ફરીથી મચાવશે તબાહી! નવી સિસ્ટમ આ જિલ્લામાં કરશે તહસનહસ
27 દિવસે મળી સફળતા
આણંદ વહીવટી તંત્રને આ ઓપરેશનની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ ઝી 24 કલાકના સતત અહેવાલોએ આ મુદ્દાને રાજ્ય સરકારના ધ્યાન પર લાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક આદેશ આપ્યા, અને પોરબંદરની ટીમે રાત-દિવસની મહેનતથી આ સફળતા હાંસલ કરી.
એરબેગ્સે કરી દીધું મોટું કામ
જે ટેન્કરને ઉતારવામાં બે-ત્રણ દિવસ લાગી શકે તેવું માનવામાં આવતું હતું, તેને એરબેગ્સની નવીન ટેકનોલોજીની મદદથી ઝડપથી ઉતારી લેવાયું. આ ઓપરેશન ગુજરાતના ઇમરજન્સી રેસ્ક્યૂ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચે છે.
રાજ્યના માછીમારો માટે ખુશખબર, OBM બોટ માટે અપાતી સહાયમાં કરાયો ત્રણ ગણો વધારો
ગંભીરા બ્રિજનું આ ટેન્કર ન માત્ર એક વાહન હતું, પરંતુ તંત્રની નિષ્ફળતાનું પ્રતીક બની ગયું હતું. આ સફળ ઓપરેશનથી ન માત્ર ટેન્કર ઉતર્યું, પરંતુ લોકોનો વિશ્વાસ પણ પાછો જીતાયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે