Home> Gujarat
Advertisement
Prev
Next

તાપી: લાકડાના પૈસાની ભાગબટાઈમાં કૌટુંબિક દોહિત્રએ કરી આધેડની હત્યા, જાણો વિગતે

લાકડાના પૈસાનો ભાગ કૌટુંબિક દોહિત્ર એ માંગ્યો હતો. પરંતુ પૈસા નહીં આપવામાં આવતા એની અદાવત રાખી આરોપી દોહિત્ર એ ઇલેશને માથાના ભાગે લાકડાના સપાટા અને તીક્ષ્ણ હથિયાર મારી દેતા તેઓનું મોત થયું હતું.

તાપી: લાકડાના પૈસાની ભાગબટાઈમાં કૌટુંબિક દોહિત્રએ કરી આધેડની હત્યા, જાણો વિગતે

ઝી બ્યુરો/તાપી: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામે લાકડાના પૈસાની ભાગબટાઈના કારણે એક 50 વર્ષીય આધેડની કૌટુંબિક દોહિત્ર એ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને લઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીને સેલવાસ નજીકથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. 

fallbacks

ડાંગના આદિવાસીઓની આપવીતી સાંભળી તમારું હ્રદય દ્રવી ઉઠશે, કહ્યું; સાંકળથી બાંધી...!

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામે 50 વર્ષીય આધેડ ઇલેશ ગામીતના ઘર નજીક લાકડા કાપવામાં આવ્યા હતા. એ લાકડાના પૈસાનો ભાગ કૌટુંબિક દોહિત્ર એ માંગ્યો હતો. પરંતુ પૈસા નહીં આપવામાં આવતા એની અદાવત રાખી આરોપી દોહિત્ર એ ઇલેશને માથાના ભાગે લાકડાના સપાટા અને તીક્ષ્ણ હથિયાર મારી દેતા તેઓનું મોત થયું હતું.

'ઘાતક' આગાહી; ગુજરાતમાં હજુ વધશે ઠંડી! છેલ્લે છેલ્લે અંબાલાલ પટેલની વધુ એક આગાહી

આ ઘટનાને લઈ વ્યારા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી મેહુલ ગામીત ફરાર થઇ ગયો હતો. જેને પોલીસે સેલવાસ નજીકથી ઝડપી લઈ હત્યા કરવાના ગુનામાં અટક કરી આરોપીની પૂછપરછ કરતા આરોપીએ લાકડાના પૈસાની ભાગબટાઈમાં હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

વિકાસના નામે સરકારનો વધુ એક પ્રોજેક્ટ, ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો બનશે જમીન વિહોણા!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More