નરેન્દ્ર ભુવેચિત્ર/તાપી: જિલ્લાના વાલોડ તાલુકા પંચાયતની કચેરીમાં આજે એક ચકચારી ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. જેમાં શિક્ષક પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પોતાના શરીરે કોઈ જ્વલંનશીલ પ્રદાર્થ નાખી આગ ચાંપી પત્નીને પણ આગચાંપી હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાની વાલોડ તાલુકા પંચાયતની કચેરી કે જ્યાં પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનામાં નરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી પત્ની મયુરી ગામીતની ચારિત્ર્ય પર શંકા રાખી ઉચ્છલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલ પટેલે પોતાના શરીરે જ્વલનશીલ પ્રદાર્થ છાંટી આગ ચાંપી પત્નીને પણ આગ ચાંપી પોતે હત્યા કરી આત્મહત્યા કરી લેતા તાલુકા પંચાયતમાં અફરાતફડી મચી ગઈ હતી.
GUJARAT CORONA UPDATE: કાતિલ કોરોનાનો ઉથલો! માત્ર અમદાવાદમાં જ 24 કેસ, જાણો આજના નવા પોઝિટીવ કેસ
આ ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચી જઈ નિરીક્ષણ કર્યું હતું. ઘટનાને લઈ તાલુકા વિકાસ અધિકારીની પોલીસે ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે