ઝી બ્યુરો/સુરત: TASNIM જે બેડમિન્ટનના વિશ્વમાં નામ જ કાફી છે. TASNIM એ સુરતમાં પ્રથમ રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપની ટાઇટલ જીતીએ સાબિત કરી દીધું છે કે તે અહીં સુધી અટકીને રહી શકે એમ નથી. આ વિજય તેમની શાનદાર કારકિર્દી માટે એક મહત્વપૂર્ણ મકામ છે, જેમાં તેઓ જુનિયરથી સિનિયર સ્તરની સ્પર્ધામાં અદભૂત સફળતા સાથે આગળ વધ્યા છે. આગામી દિવસોમાં એના નામે નવા રેકોર્ડ જોવા મળે તો નવાઈ નહીં....
આ સિદ્ધિના અગાઉ TASNIM આંતરરાષ્ટ્રીય મંચ પર છવાય ગયેલા હતા, જ્યાં તેમણે વર્લ્ડ નંબર 1 અને એશિયન બેડમિન્ટન ચેમ્પિયન તરીકેનો ખિતાબ જીતી લીધો હતો. તેમના અદ્ભુત કુશળતા, અવિરત સમર્પણ અને રમતવીરતાએ વૈશ્વિક બેડમિન્ટન સમુદાયમાંથી પ્રશંસા અને સન્માન મેળવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે