Home> Gujarat
Advertisement
Prev
Next

Navratri 2018 : વ્રત દરમિયાન ખાતા હો સિંધાલુણ તો ઘરે બનાવો ટેસ્ટી સાબુદાણા ટિક્કી

આજથી આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે

Navratri 2018 : વ્રત દરમિયાન ખાતા હો સિંધાલુણ તો ઘરે બનાવો ટેસ્ટી સાબુદાણા ટિક્કી

નવી દિલ્હી : આજથી આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના અલગઅલગ રૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણી ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે. મા દુર્ગાની ઉપાસના દરમિયાન અનેક લોકો વ્રત કરે છે અને આખા દિવસના ઉપવાસ પછી સાંજે ફરાળ કરે છે જેમાં બટેટાના હલવો સહિત અનેક વાનગીઓ બનાવી શકાય છે. આ વ્રત દરમિયાન જે લોકો સિંધાલુણ ખાય છે તેઓ ટેસ્ટી સાબુદાણા ટિક્કી ખાઈ શકે છે. 

fallbacks

સામગ્રી

  • સાબુદાણા-500 ગ્રામ
  • બટેટા - 2
  • તેલ -1 1/2 કપ
  • લીલા મરચાં - 3 (ઝીણાં સમારેલા)
  • કોથમીર  1/2 કપ (ઝીણી સમારેલી)
  • સિંધાલુણ -  સ્વાદ પ્રમાણે
  • લાલ મરચાંનો પાઉડર - 1/2 ટીસ્પુન
  • મગફળી -  1/2 કપ

આજે પ્રથમ નોરતું, કયા મંત્ર સાથે કેવી રીતે કરશો પૂજા? આ પણ વાંચો

બનાવવાની રીત

  • સાબુદાણાને 2થી 3 કલાક પાણીમાં ભીંજવી દો
  • જ્યારે સાબુદાણા સારી રીતે પલળીને ફુલી જાય ત્યારે વધારાનું પાણી નિતારી લો
  • બટેટા બાફીને એનો માવો કરી લો
  • એમાં માગફળી, લીલા મરચાં, લાલ મરચાંનો પાઉડર, સિંધા લુણ અને પલાળેલા સાબુદાણા મિક્સ કરો
  • આ મિશ્રણની નાની-નાની ટિક્કી બનાવી લો
  • આ તમામ ટિક્કીને ડિપ ફ્રાઇ કરી લો
  • આ સાબુદાણા ટિક્કીને મગફળીની ચટણી અને દહીં સાથે ગરમગરમ સર્વ કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More