Home> Gujarat
Advertisement
Prev
Next

નર્મદાની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરતો લંપટ શિક્ષક ઝડપાયો

ગરુડેશ્વર ખાતે આવેલી સ્વામી દયાનંદ આશ્રમ શાળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીનીઓ સાથે શાળાના જ આચાર્ય દ્વારા શારીરિક શોષણ કરવાનો કિસ્સો સામે આવ્યો

નર્મદાની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરતો લંપટ શિક્ષક ઝડપાયો

નર્મદા: નર્મદામાં ગુરુ શિષ્યની સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. ગરુડેશ્વર ખાતે આવેલી સ્વામી દયાનંદ આશ્રમ શાળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીનીઓ સાથે શાળાના જ આચાર્ય દ્વારા શારીરિક શોષણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના જ આચાર્ય હર્ષદ પટેલ(36) કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા વિદ્યાર્થીની દ્વારા મહિલા હેલ્પલાઇન 181 પર કોલ કરી ફરીયાદ કરવામાં આવી હતી. પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી છે. ઘટના સામે આવતા અન્ય ચાર વિદ્યાર્થીનીઓએ પણ આરોપ લગાવ્યા કે શિક્ષક તેમને ઘરે બોલવાતો અને શારીરિક અડપલા કરતો હતો. આ ઘટના સામે આવતા નર્મદા જિલ્લા તંત્ર અને બાળ સુરક્ષા સમિતિ આમને સામને આવી ગયા છે. આ લંપટ શિક્ષક ઉપર પોસ્કો એક્ટ સાથે આદિવાસી બાળાઓ સાથે અડપલા કરવાને કારણે એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કરાયો છે. આ શિક્ષકની ઘરપકડ કર્યા બાદ તેના 5 દિવસના રિમાન્ડ પણ મંજુર થયા છે. 

fallbacks

fallbacks

આ કિસ્સામાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. બાળ સુરક્ષા અધિકારી અને બાલસુરક્ષા સમિતિએ આ ઘટના સ્થળ એવા ગરુડેશ્વર ખાતે કાર્યરત સ્વામી દયાનંદ આશ્રમ શાળાની મુલાકાત લેતા વિદ્યાર્થીઓને પડતી કેટલીક અસુવિધા સામે આવી હતી આ આશ્રમ શાળામાં બાળકોને પૂરતું ભોજન ના આપવા ઉપરાંત બાળકો માટે બાથરૂમ કે શૌચાલયની વ્યવસ્થા પણ ન હોવાનું ખુલ્યું છે. બાલ સુરક્ષા કમિટીએ આ બાળકોનું કાઉન્સેલિંગ કરતા એ હકીકત પણ બહાર આવી છે કે આ આચાર્ય છેલ્લા 3 વર્ષ થી આવું દુષકૃત્ય કરતો હતો, જ્યારે પરંતુ સંચાલકોએ તેની પાસે માત્ર માફી પાત્ર લખાવી જવા દેતા હતા. આ બાલસુરક્ષા કમિટીએ અધિકારી સાથે રહી જાત તપાસ કરી તમામ માહિતીની ઉચ્ચ કક્ષ્રાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More