Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાઃ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારનાર શિક્ષકની ધરપકડ

હાલ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. 

વડોદરાઃ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારનાર શિક્ષકની ધરપકડ

વડોદરાઃ શહેરમાં વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવનાર ટ્યૂશન ક્લાસના શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. શહેરમાં જય ક્લાસના નામે ટ્યૂશન ચલાવતા એક શિક્ષકે ત્યાં આવતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ કર્યું હતું. બાદમાં શિક્ષકે તેની વીડિઓ ક્લિપ પણ બનાવી લીધી હતી અને સતત એક વર્ષ સુધી આ વિદ્યાર્થિનીનું શોષણ કર્યું અને તેને બ્લેકમેલ કરતો હતો. ત્યારબાદ આ વિદ્યાર્થિનીએ તમામ હકિકત પોતાના પરિવારજનોને કહેતા પરિવાર દ્વારા આ શિક્ષક વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ મળતા આ શિક્ષકની શોધખોળ શરૂ કરી અને હાલમાં આ લંપટ શિક્ષક પોલીસના કબજામાં આવી ગયો છે. પોલીસે આ મામલે સમગ્ર તપાસની કાર્યવાહી શરૂ કરી છે. 

fallbacks

પરિવારજનોએ કહ્યું અમને ન્યાય મળવો જોઈએ
જ્યારે વિદ્યાર્થિનીએ આ સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી ત્યારે પરિવાર પણ ચોંકી ગયો હતો. ત્યારબાદ તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, આ શિક્ષકને રાજકીય લોકો સાથે સારા સંબંધ છે. જેના કારણે તે બચી જશે. ત્યારે પરિવારજનોએ કહ્યું કે, અમને ન્યાય મળવો જોઈએ. ઓને યોગ્ય ન્યાય મળે તે માટે અરજી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More