Home> Gujarat
Advertisement
Prev
Next

નબળા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે શિક્ષકોનું અનોખુ અભિયાન

 રાજ્ય સહિત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે તેવા સમયે આ શાળાઓના શિક્ષકો દ્વારા પોતાના વેકેશન સમયનું દાન કરી નબળા વિદ્યાર્થીઓનો અભ્યાસ મજબૂત થાય તેવા ઈરાદા સાથે અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. વેકેશનના માહોલ વચ્ચે શિક્ષકો સમય કાઢીને અભ્યાસમાં નબળી સ્થિતિવાળા બાળકોને વિદ્યાભાસ કરાવી રહ્યા છે.

નબળા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે શિક્ષકોનું અનોખુ અભિયાન

તૃષાર પટેલ, વડોદરા: રાજ્ય સહિત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે તેવા સમયે આ શાળાઓના શિક્ષકો દ્વારા પોતાના વેકેશન સમયનું દાન કરી નબળા વિદ્યાર્થીઓનો અભ્યાસ મજબૂત થાય તેવા ઈરાદા સાથે અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. વેકેશનના માહોલ વચ્ચે શિક્ષકો સમય કાઢીને અભ્યાસમાં નબળી સ્થિતિવાળા બાળકોને વિદ્યાભાસ કરાવી રહ્યા છે.

fallbacks

એર માર્શલ એચ. એસ. અરોરાએ વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી 

એક તરફ શાળાઓમાં વેકેશનનો માહોલ છે તો બીજી તરફ વડોદરા નગરપાલિકા શિક્ષણ સમિતિના કેટલાક શિક્ષકો પોતાનો કિંમતી સમય કાઢીને અભ્યાસમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓને વિદ્યાનું દાન આપી રહ્યા છે. વેકેશનના માહોલ વચ્ચે પ્રવાસ પર્યટન અને આરામ છોડીને આ શિક્ષકો કોઈ પણ પ્રકારના ભથ્થા કે વળતરની અપેક્ષા રાખ્યા વિના આગામી 10મી જૂન સુધી વિદ્યાર્થીઓને ભણાવવા માટે તૈયાર થયા છે. નબળા વિદ્યાર્થીઓને  વધુ અભ્યાસ કરાવી તેઓને સામાન્ય બાળકો સમકક્ષ બનાવવા સરકારના આ અભિયાન અંતર્ગત પાલીકા સમિતિની શાળાઓમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. શાળાઓમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેઓ અભ્યાસકીય પ્રવૃત્તિમાં નબળા છે તેવા વિદ્યાર્થીઓની વાંચન, લેખન, અને ગણતરીની મુશ્કેલી દૂર થાય તેવા પ્રયાસ શાળામાં વેકેશન દરમિયાન અભ્યાસ કરાવતાં શિક્ષકોનો છે.

વડોદરા મહાનગર પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ પેકી 23 જેટલી શાળાઓમાં આ અભિયાન હાલ ચાલી રહ્યું છે અને એમાં 44 જેટલા શિક્ષકોએ સ્વેચ્છાએ કોઈ પણ દબાણ વિના કે વળતરની આશા રાખ્યા વિના પોતાનો સમય આવા વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્ય માટે આપ્યો છે. સવારે 8 વાગ્યા થી લઈને 10 વાગ્યા સુધી શાળામાં શિક્ષકો આવી જાય છે અને વિદ્યાર્થીઓને અભ્યાસકીય પ્રવૃત્તિ કરાવે છે. નબળા વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓની હરોળમાં આવી શકે તે માટેના આ અભિયાનમાં વાલીઓ પણ ઉત્સાહ સાથે જોડાયા છે. વાલીઓ પોતાના બાળકોને હોંશે હોંશે શાળામાં મુકવા આવે છે તો વળી અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ શાળા ખાતે બાળકોને લેવા પણ આવી જાય છે.પ્રાથમિક શાળાના શિક્ષકોના અભિયાનને વાલીઓ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

જુઓ LIVE TV

વિદ્યાભ્યાસમાં નબળા હોય તેવા બાળકોના વાલીઓ સામેથી શાળાનો સંપર્ક કરી રહ્યા છે અને પોતાના સંતાનોને આ અભિયાનમાં મોકલી પણ રહ્યા છે. શહેરમાં પાલીકા શિક્ષણ સમિતિ દ્વારા 105 જેટલી શાળાઓનું સંચાલન કરવામાં આવે છે જેમાં 29 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભયાસ કરી રહ્યા છે. આ તમામ શાળાઓ પેકી 44 જેટલા શિક્ષકો આ અભિયાનમાં સ્વૈચ્છિક રીતે જોડાયા છે અને સરકારના અભિગમમાં સહકાર આપી રહ્યા છે.આ શિક્ષકો પોતાની અનુકૂળતા મુજબ સમય પ્રમાણે વારો નક્કી કરે છે અને એ ટાઈમ ટેબલ.મુજબ શાળાઓમાં જઈને નબળા વિદ્યાર્થીઓને અભયાસ કરાવે છે. આ અભિયાનને લઈને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ 11 માસના કરાર હેઠળ શિક્ષક તરીકે ફરજ બજાવતાં કેટલાક શિક્ષકો પણ આ અભિયાનમાં જોડાયા છે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More