Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત બન્યુ હુક્કાબાર... અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

Ahmedabad Viral Video : રવિવારની રજામાં જ્યારે આખા ગાર્ડનમાં ભીડ હતી, ત્યાં કેટલાક કિશોરો જાહેરમાં જ  હુક્કા પીતા હતા. કેટલાક જાગૃત નાગરિકોએ કિશોરોના આ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા
 

ગુજરાત બન્યુ હુક્કાબાર... અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતનુ યુવાધન બરબાદીના રવાડે ચઢી રહ્યુ છે. યુવાધન નશાના ધુમાડામાં વહી રહ્યા છે. જો સમયસર લગામ લગાવવામાં નહિ આવે તો ગુજરાતનુ ભવિષ્ય બરબાદ થઈ જશે. અત્યાર સુધી અમદાવાદના કેટલાક કેફેની બહાર ડ્રગ્સ વેચાતુ હતું. ત્યારે હવે તો અમદાવાદમાં જાહેરમાં હુક્કો પીવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદના એક ગાર્ડનમાં જાહેરમાં હુક્કા પીવાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. માંડ 14-15 વર્ષના કિશોરો મણિનગર જેવા ભરચક વિસ્તારના એક ગાર્ડનમાં હુક્કો પીતા પકડાયા હતા. એક જાગૃત મહિલાએ તેનો વીડિયો બનાવીને શેર કર્યો છે. 

fallbacks

અમદાવાદના પૂર્વ વિસ્તારના ઇસનપુર આવકાર હોલ પાસે એક ગાર્ડન આવેલું છે. રવિવારની રજામાં જ્યારે આખા ગાર્ડનમાં ભીડ હતી, ત્યાં કેટલાક કિશોરો જાહેરમાં જ  હુક્કા પીતા હતા. કેટલાક જાગૃત નાગરિકોએ કિશોરોના આ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા. ગાર્ડનમા આવતા અન્ય બાળકો પર તેની વિપરીત અસર પડે તેથી જાગૃત નાગરિકોએ તેમને અટકાવ્યા હતા. ત્યારે કિશોરો ત્યાંથી જતા રહ્યા હતા. જોકે, આ કિશોરોમાં કોઈ પ્રકારના ગભરાટ કે સંકોચ દેખાયો ન હતો. લોકોના વઢવા પર તેઓ હુક્કો પીતા પીતા જ ત્યાંથી નીકળી ગયા હતા. 

આ પણ વાંચો : 

મારું ઘર પૂર્વ ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાની આગેવાનીમાં ટોળાએ બાળ્યુ હતું : ઝફર સરેશવાલા 

‘દુનિયામાં એક ગ્રૂપ છે જે મુસ્લિમોની કબર પર તાજમહલ બનાવે છે’

જે મહિલાએ આ વીડિયો બનાવ્યો તેણે કહ્યુ કે, હુ દર રવિવારે મારા સંતાનોને લઈને અહી આવુ છું. અહી સ્મોકિંગ તો આસપાસ થતુ જ હોય છે. પહેલીવાર મેં અહી યુવકોને હુક્કો પીતા જોયા હતા. મેં તેમને ટોક્યા હતા. આ રવિવારે ફરીથી આવુ બન્યુ છે. આ વખતે મેં તેમનો વીડિયો ઉતાર્યો હતો. અમે ગાર્ડનમાં સંતાનોને રમાડવા માટે લઈ આવીએ છીએ ત્યારે તેઓ આવુ જુએ તો તેમના માનસ પર ખોટી અસર પડે. નાના બાળકો આ વિશે સવાલ પૂછે કે આ યુવકો શુ કરતા હતા, તો અમે શુ જવાબ આપવો. 

એક જાગૃત યુવકે કહ્યુ કે, ગાર્ડનમાં છોકરાઓ રમી રહ્યા હતા, ત્યારે કેટલાક કિશોરો દ્વારા હુક્કો પીવાયો હતો. રવિવાર હોવાથી ગાર્ડનમાં ભીડ હતી, ત્યારે જ વચ્ચે આ કિશોરો હુક્કો પીતા હતા. લોકોના ટોકવા બાદ કિશોરો હુક્કો લઈને ભાગી ગયા હતા. 

સમગ્ર મામલે ઈસનપુર પોલીસની બેદરકારી સામે આવી છે. જાહેરમાં આ રીતે હુક્કો પીવાય ત્યારે પોલીસ શુ કરતી હતી, આ વીડિયોને લઈને પોલીસ શુ કાર્યવાહી કરશે તે જોવુ રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More