Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Riots : તીસ્તાએ કોર્ટમાં ઝડપી સુનાવણીની માંગ કરી, તો SIT વકીલે ડોક્યુમેન્ટેશન માટે સમય માંગ્યો

તીસ્તા સેતલવાડ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. તીસ્તા સેતલવાડ તરફથી કેસની ઝડપી સુનાવણીની માંગ કરાઈ છે. તીસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની નિયમિત જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી થી હતી. જેમાં SIT ના વકીલે કોર્ટમાં વધુ સમયની માંગ કરી છે. તો બીજી તરફ, તીસ્તાએ ઝડપી સુનાવણીની માંગ કરી છે.

Gujarat Riots : તીસ્તાએ કોર્ટમાં ઝડપી સુનાવણીની માંગ કરી, તો SIT વકીલે ડોક્યુમેન્ટેશન માટે સમય માંગ્યો

આશ્કા જાની/અમદાવાદ :તીસ્તા સેતલવાડ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. તીસ્તા સેતલવાડ તરફથી કેસની ઝડપી સુનાવણીની માંગ કરાઈ છે. તીસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની નિયમિત જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી થી હતી. જેમાં SIT ના વકીલે કોર્ટમાં વધુ સમયની માંગ કરી છે. તો બીજી તરફ, તીસ્તાએ ઝડપી સુનાવણીની માંગ કરી છે.

fallbacks

SIT ના વકીલે કોર્ટમાં વધુ સમયની માંગ કરી છે. SIT ના વકીલે કોર્ટમાં કહ્યુ કે, સુપ્રીમ કોર્ટનો હુકમ તેમજ કલોઝર રિપોર્ટના દસ્તાવેજો ઘણા કાગળ હોવાથી રેકોર્ડ પર વિગતો મૂકવા હજુ વધુ સમય જોઈશે. તેથી વકીલ દ્વારા વધુ સમયની માંગ કરાઈ છે. સાથે જ એફિડેવિટ પર તમામ તથ્યો મૂકવા સમયની માંગ કરી છે. તો બીજી તરફ, તીસ્તાના વકીલે માંગણીનો વિરોધ કરતા ઝડપી સુનાવણીની માંગ કરી છે. ત્યારે હવે સેશન્સ કોર્ટે કેસની સુનાવણી 15 જુલાઈના રોજ નિયત કરી છે. 

આ પણ વાંચો : વડોદરાના લેન્ડલોર્ડ બિલ્ડર હરીશ અમીન કેસમા મોટો રાઝ ખૂલ્યો, અકસ્માત નહિ હત્યા થઈ હતી

ઉલ્લેખનીય છે કે, ગત સુનાવણી દરમિયાન કોર્ટે તીસ્તા અને શ્રીકુમારને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. ગત સુનાવણીમાં તીસ્તા સેતલવાડે કોર્ટમાં રજુઆત કરી હતી કે, સાત દિવસમાં માત્ર સાતથી આઠ કલાક મારી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં ઘણો સમય બગડ્યો. મારી પાછળ સાતથી આઠ પોલીસ કર્મીને બેસાડી રાખી માનસિક હેરાન કરવામાં આવી.

આ પણ વાંચો : ગીર સોમનાથમાં જળપ્રલય જેવી સ્થિતિ, લોકોની નજર સામે પુલ તૂટ્યો

કેસમાં SITની રચના કરાઈ
ગુજરાતને બદનામ કરવાના કેસમાં SITની રચના કરાઈ છે. ATS DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. DCP ક્રાઈમ ચૈતન્ય માંડલીકનો SITમાં સમાવેશ કરાયો છે. ASP બી.સી. સોલંકીનો પણ SIT માં સમાવેશ કરાયો છે. ખોટા દસ્તાવેજોના આધારે ષડયંત્ર મામલે SIT તપાસ કરશે. નોંધનીય છે કે, 2002ના રમખાણોનો મુદ્દો સળગતો રાખવાના આરોપમાં તિસ્તા સેતલવાડ ઉપરાંત પૂર્વ IPS આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે તવાઈ બોલાવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More