Home> Gujarat
Advertisement
Prev
Next

અડધા ગુજરાતમાં વરસાદ : વલસાડમાં વાવાઝોડા જેવા પવન સાથે કરા પડ્યા, ભાવનગર-બનાસકાંઠામાં પણ પડ્યું માવઠું

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવાયો વરસાદી માહોલ.. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ.. તો ભાવનગર, બનાસકાંઠામાં પણ પડ્યું માવઠું.. 
 

અડધા ગુજરાતમાં વરસાદ : વલસાડમાં વાવાઝોડા જેવા પવન સાથે કરા પડ્યા, ભાવનગર-બનાસકાંઠામાં પણ પડ્યું માવઠું

Rain Alert In Gujarat : ગુજરાતમાં આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસ્યો છે. તેમાં પણ વલસાડમાં મિની વાવાઝોડા સાથે કરા પડ્યા, તો અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડમાં તોફાની પવન સાથે વરસાદના કારણે ગિરનાર ગામે આશ્રમ શાળાના પતરા ઉડ્યા, તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની છે. ત્યારે આજે ક્યાં ક્યાં વરસાદ રહ્યો તે જોઈએ. 

fallbacks

વલસાડમા કરા સાથે વરસાદ 
વલસાડ જિલ્લામાં આજ રોજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના કપરાડા તાલુકા ખાતે કમોસમી વરસાદ વરસ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા. કપરાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા કપરાડા તાલુકાના ગિરનારા ગામ ખાતે આવેલ આશ્રમ શાળાનો છેડ ઉડ્યો હતો. તો સાથે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવના કારણે વૃક્ષ ધરાશાયી થયા છે. તો કેટલાક ઘરોના પતરા ઉડતા ઘર વકરીનો સામાન ખરાબ થઈ ગયાની ઘટના બની છે. કપરાડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકશાનનીની ભીતિ ખેડૂતો ને સતાવી રહી છે.

રાજ્યના પડોશમાં આવેલ સંઘપ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દાદરા નગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો. સેલવાસના ખાનવેલ અને ખેડપા સહિતના વિસ્તારોમાં વરસાદ કરા સાથે વરસાદ આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની શક્યતા છે. 

ચમત્કારિક ઘટના! એક પથ્થરે બચાવ્યો આખા પરિવારનો જીવ, નહિ તો 6 લોકો મોતને ભેટ્યા હોત

ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ 
ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. સાબરકાંઠા, હિંમતનગરમાં વાવઝોડા જેવા ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. ખેડબ્રહ્માના દામવાસ કંપા ,લક્ષ્મીપુરા વિસ્તારમાં કરા સાથે વરસાદનું આગમન થયું છે. ઈડરના બોલુન્દ્રા, મોટા કોટડા અને પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ આવ્યો છે. ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યુ. શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પતરાને નુકસાન થયું છે. 

અંબાજીમાં ભારે વરસાદ
અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તો સાથે જ હળવા વરસાદની શરૂઆત થઈ છે. ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી મહોલ જોવા મળ્યો છે. વરસાદનાં હળવા છાંટા, વાતાવરણમાં આંશિક રાહત થઈ છે. હજી પણ આકાશમાં વાદળો ગરજી રહ્યા છે. ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

 

બોટાદમાં વરસાદ 
બોટાદ શહેરના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને પગલે બોટાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે. બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે કરા શરૂ થયો છે. બોટાદ શહેરના પાળીયાદ રોડ, ટાવર રોડ, સ્ટેશન રોડ સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો બોટાદ શહેરના એમ.ડી સ્કૂલ પાસે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશયી થયું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકની નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે અખાત્રીજના દિવસે કોરામાં વાવણી કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 

ડાંગમાં પાણી ભરાયા 
ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ આવ્યો છે. કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. વઘઇના માર્ગો પર પાણી ફરી વળ્યું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા ત્યારબાદ થોડા સમયમાં ઝરમર અને ધીમી ગતિનો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ રહેતાં લોકોને ભર ઉનાળે ચોમાસાનો અનુભવ થયો. સમગ્ર જિલ્લાનું વાતાવરણ ઠંડુંગાર બન્યું છે, લોકોએ ગરમીથી રાહત મેળવી છે. નાના ભુલકાઓએ વરસાદી માહોલની મઝા માણી.

આ કપલે ભારે કરી! શરીર પર એકપણ કપડા વગર 9 વર્ષથી ફરે છે, નગ્ન થવામાં જરાપણ શરમાતા નથી

આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી 

  • 14 મે અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી 
  • 15 મે બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજબીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી 
  • 16 મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી 
ગુજરાતમાં આજથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો અનેક જિલ્લામાં કાળઝાળ ગરમી. રાજ્યમાં આવો વરસાદી માહોલ આગામી ચાર દિવસ અનેક જિલ્લાઓમાં જોવા મળશે. આજે અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ રહેશે. બે દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે. બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તો અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

અમદાવાદીઓ માટે મોટી ખબર : AMTS બસો માતેલા સાંઢની જેમ નહિ દોડે, સ્પીડ પર લાગી બ્રેક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More