Gujarat Weather Forecast : ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે.
હાલ ગરમીમાં થોડી રાહત છે. છેલ્લા 8 દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમી સામે હાલ ગરમીનો પારો નીચે ગયો છે. પરંતું હજી પણ 10 ને 11 તારીખે ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ તે પછીના દિવસમાં આકાશમાંથી અગનગોળા વરસશે. મે મહિનામાં ગરમીનો પારો 43 થી વધુને પાર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. 7 મેના રોજ લોકસભાની ચૂંટણી છે, ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી હોઈ શકે છે. ચૂંટણીના દિવસોમાં રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ હશે.
ભીંડો, વટાણા, રોબોટ, ગરણી, ઘોડિયું.. વિચિત્ર પ્રતીકો પર ચૂંટણી લડશે લોકસભાના ઉમેદવાર
રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે. 40.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ શહેર નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયુ છે. તો 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે. રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે. જોકે, આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ પ્રકોપ રહેશે. પરંતું રાજ્યમાં આગામી 10 અને 11 તારીખ વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે.
લગ્ન બાદ પણ પહેલો પ્રેમ ન ભૂલાયો, ત્રણ સંતાનોના પિતાએ પ્રેમિકાના ઘરે જઈ ફાંસો ખાધો
ક્યાં ક્યાં વરસાદ આવશે
તારીખ 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી
તારીખ 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી , મહીસાગર, દાહોદ , છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી
એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ઉંચકાશે ગરમીનો પારો
ગુજરાતમાં ચૂંટણી સાથે હવે ઉનાળાની મોસમ જામશે. એપ્રિલના 25માંથી 20 દિવસ ગરમીનું તાપમાન ઉંચું રહેવાની આગાહી છે. જેમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે. તો મે મહિનામાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમાં એપ્રિલના મોટાભાગના દિવસમાં યલો કે ઓરેન્જ અલર્ટની શક્યતા છે. જોકે, હાલ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પાર નોંધાયું છે. 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયું છે.
ટેસ્લાને લાવવા ત્રણ રાજ્યો વચ્ચે કોમ્પિટીશન, ગુજરાતમાં આવવાના ચાન્સ કેટલા?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે