Home> Gujarat
Advertisement
Prev
Next

આતંકીઓ તમને કરી રહ્યા છે સંપર્ક? Social Media પર નવુ ટેરરિઝમ એક્ટિવ થયું 

દુશ્મન દેશ દ્વારા પહેલા ફિદાઇન કે બોમ્બ બ્લાસ્ટ જેવા આંતંકી હુમલા (terrorist attck) કરી ભારતને નુકશાન પહોંડવામાં આવતું હતું. પરંતુ આતંકીઓ હવે  21મી સદીમાં ઈન્ટનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતને નુકશાન પહોંચાડવા માટે સક્રિય થયા છે.

આતંકીઓ તમને કરી રહ્યા છે સંપર્ક? Social Media પર નવુ ટેરરિઝમ એક્ટિવ થયું 

ઉદય રંજન/અમદાવાદ :દુશ્મન દેશ દ્વારા પહેલા ફિદાઇન કે બોમ્બ બ્લાસ્ટ જેવા આંતંકી હુમલા (terrorist attck) કરી ભારતને નુકશાન પહોંડવામાં આવતું હતું. પરંતુ આતંકીઓ હવે  21મી સદીમાં ઈન્ટનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતને નુકશાન પહોંચાડવા માટે સક્રિય થયા છે.

fallbacks

સોશિયલ મીડિયા પર મોટી લાલચ આપે છે 
આતંકી સંગઠનો ભારતમાં સક્રિય થવા માટે સોશિયલ મીડિયા (social media) ના માધ્યમનો સહારો લીધો છે. આતંકી સંગઠનો ગુજરાત કે ભારતના અન્ય રાજ્યમાં સક્રિય થવા માટે સોશિયલ મીડિયાના માધ્યમ પર એક ફેક એકાઉન્ટ બનાવે છે અને એ એકાઉન્ટ મારફતે હિન્દુઓ માટે ભડકાઉ કે આતંકી સંગઠન તરફેણના ફોટો-વીડિયો કે લખાણ પહેલા પોસ્ટ કરે છે અને આ પોસ્ટ પર કોણ કોણ લાઈક કે કોમેન્ટ કરે છે તેના પર નજર રાખવામાં આવે છે. જેમ જ કોઈ પણ યુઝર એ પોસ્ટને લાઈક, કોમેન્ટ કે શેર કરે તો તેની સાથે વાત કરવાની શરૂઆત કરવામાં આવે છે. તેને મોટી મોટી લાલચો આપીને પોતાના આતંકી સંગઠનમાં જોડાવાની સલાહ આપવામાં આવે છે. ત્યાર બાદ બંને યુઝર જયારે વાત કરે છે ત્યારે એક કોર્ડવર્ડ પણ રાખે છે. જેનાથી પકડાઈ ન જાય. 

આ પણ વાંચો : હરિપ્રસાદ સ્વામીના દેહને પાંચ દિવસ સાચવવા કરાઈ ખાસ રસાયણિક પ્રક્રિયા, સુરતની સંસ્થાનો છે મોટો ફાળો

બગ એટેકનું પ્રમાણ વધ્યું 
ગુજરાત પોલીસ અને અન્ય રાજ્યની પોલીસ તપાસમાં અનેલ વખત સામે આવ્યું છે કે, ગુજરાતમાં બેઠા બેઠા કે અન્ય રાજ્યમાં બેઠા બેઠા પાકિસ્તાની આતંકી સંગઠન કે અન્ય આતંકી સંગઠન સાથે સંપર્કમાં રહીને ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. ત્યારે આતંકી સંગઠનો બીજો એટેક બગ મારફતે કરતા હોય છે. 

આ પણ વાંચો : 

બગ એટલે શું ?
બગ એટલે કોઈપણ એપ્લિકેશન, કોઈ સોફ્ટવેર કે પછી કોઈ વેબસાઈટ જ્યારે બનવામાં આવી હોય એ સમયે એ વસ્તુમાં નાની એવી કોઈ પણ ખામી હોય, જે ખામીના કારણે એ એપ્લિકેશન સોફ્ટવેર કે વેબસાઈટમાં પ્રવેશ મેળવી તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરે છે. તાજેતરમાં જ અમદાવાદ સાયબર ક્રાઇમ (cyber crime) બ્રાન્ચ એથિકલ હેકિંગ શીખી રહી છે. જેના બાદ થોડા સમયના ગાળામાં જ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભારતની 50 વૅબસાઇટમાંથી બગ શોધી કાઢ્યા છે. સરકારની જવાબદાર સંસ્થાને આ વિશે જાણ કરી છે.

ત્યારે આતંકી સંગઠનો ભારતને કોઈ પણ રીતે નુકશાન પહોંચાડવા માટેના પ્રયાસ કરતા રહ્યાં છે. ત્યારે પોલીસ પણ સામે પક્ષે વધુ સક્રિય થઈને આવા આતંકી સંગઠનના સ્લીપર સેલને ઝડપી પાડવામાં સફળતા મેળવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More