Home> Gujarat
Advertisement
Prev
Next

ભરતી આંદોલન ગાંધીનગર પહોંચ્યું, ટેટ-ટાટ ઉમેદવારોને ટીંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ

Protest For Government Job : ટેટ-ટાટ ઉમેદવારીનો કાયમી ભરતી મુદ્દે ગાંધીનગરમાં હલ્લાબોલ... વિરોધ દર્શાવતા ઉમેદવારોની પોલીસે કરી અટકાયત... 

ભરતી આંદોલન ગાંધીનગર પહોંચ્યું, ટેટ-ટાટ ઉમેદવારોને ટીંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ

Gandhinagar News : ગાંધીનગરમાં ટેટ, ટાટ પાસ ઉમેદવારો ફરી મેદાનમાં આવ્યા છે. ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે કાયમી ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. વિરોધની મંજૂરી ન હોવાથી કેટલાક લોકોની અટકાયત કરવામા આવી હતી. પથિકાશ્રમ ખાતે આંદોલન કરી રહેલા ઉમેદવારોને પોલીસ ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી. પથિકાશ્રમ ખાતે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. 

fallbacks

આજે ગાંધીનગરના દરવાજે વધુ એક ભરતી આંદોલન પહોંચ્યું હતું. મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કાયમી ભરતી મુદ્દે ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યું હતું. જોકે, તેઓને વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી ન હતી. છતાં મોટી સંખ્યામાં ઉમેદવારો પથિકાશ્રમ ખાતે એકઠા થયા હતા. પથિકાશ્રમ ખાતે ઉમેદવારો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. તો ટીંગાટોળી કરી કેટલાય યુવક યુવતીઓની અટકાયત કરાઈ હતી. આખરે પોલીસે ટોળાને વિખેર્યું હતું. 

હવે પછીની મહામારી બનશે આ બીમારી, કોરોના કરતા પણ ઘાતક, અમેરિકાના એક્સપર્ટનો ચોંકાવનાર

પથિકાશ્રમ એસટી ડેપો ખાતેથી કેટલાકની અટકાયત થઈ હતી. કેટલાક ઉમેદવારોએ પથિકાશ્રમ પાસે ચક્કાજામ કર્યું હતં. વિરોધ કાર્યક્રમના પગલે જૂના સચિવાલય ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જિલ્લા બહારના વાહનોનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનના કારણે નોકરી માટે આવતા લોકો પણ ફસાયા હતા. 

કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે જણાવ્યું કે, દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે. ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાઓ પોતાની યોગ્ય માંગણી કરી રહ્યા છે. 70000 શિક્ષકોના પદ ખાલી છે, 90000 યુવાઓએ પરીક્ષા આપી છે. આ સરકાર યુવાઓ સાથે સંવાદ પણ નથી કરી રહી. સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢીશું. જેની તમામ જવાબદારી સરકારની રહેશે. 

બે ગુજ્જુ ભાઈ ગજબના ભેજાબાજ નીકળ્યા, IOCL નું ઓઈલ ચોરવા રચ્યું મોટું કૌભાંડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More