ગૌરવ પટેલ/અમદાવાદ :થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ સાંસદ બનતાં ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જીવરામ ભાઇ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત વચ્ચે સીધો જંગ હતો. આ જંગમાં કોંગ્રેસના નેતા માવજીભાઇ પટેલની ભૂમિકા મુખ્ય રહેવાની હતી. કોંગ્રેસ પ્રત્યેની તેમની નારાજગી જગજાહેર હતી. જોકે તેમણે કોંગ્રેસ સામે બ્યૂગલ ફૂક્યું ન હતું, પણ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી તેમણે કોંગ્રેસને સીધી ચેલેન્જ ફેંકી. એક સમયે કોંગ્રેસ માટે આસાન ગણાતી આ બેઠક હવે કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે. થરાદમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી જીવરાજ પટેલ ઉમેદવાર છે.
આ બેઠક પર જ્ઞાતિ ગણિતની વાત કરવામાં આવે તો, આ બેઠક પર કુલ મતદાતા ૨,૧૭,૮૪૯ છે. જેમાં ૧,૧૫,૭૧૧ પુરુષ મતદાર અને ૧,૦૨,૧૩૮ સ્રી મતદારોનો સમાવેશ થાય છે. જ્ઞાતિ પ્રમાણે જોઇએ તો, દેશી ચૌધરી પટેલ 33000, મારવાડી ચૌધરી પટેલ 21000, ઠાકોર 30000, દલિત 32000, મુસ્લિમ 12000, રબારી 9000, બ્રાહ્મણ 8000, પ્રજાપતિ 7000, માજીરાણા 7000, રાજપૂત 6000, જાગીરદાર દરબાર 5000, નાઈ 4500, માળી 3000 અને અન્ય 40,000 છે. થરાદમાં મુખ્યત્વે ચૌધરી પટેલોના વોટ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
થરાદ બેઠક ક્યારે અસ્તિત્વમાં આવી અને કોણ ક્યારે જીત્યું
ભીમજીભાઇ જાગનાથભાઇ પટેલ, અપક્ષ - 19999 (8986 મતે વિજય)
રમણલાલ ચીમનલાલ દોશી, સ્વતંત્ર પક્ષ - 11013
આવતીકાલે ગુજરાતમાં પેટાચૂંટણી, તમામ 6 બેઠકો પર તૈયારીઓનો ધમધમાટ શરૂ
1967માં થરાદ બેઠકનું વિઘટન વાવ બેઠકમાં થયું, જે અનુસુચિત જાતિ માટે અનામત હતી. વર્ષ 2008-09માં થયેલા ડિમોલેશન બાદ થરાદ બેઠક ફરીવાર અસ્તિત્વમાં આવી. જેમાં પ્રથમ ચૂંટણી વર્ષ 2012માં યોજાઈ. થરાદ બેઠક પરથી રાજીનામું આપી સાંસદ બનેલા પરબત પટેલ 1985માં વાવ બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. 1990માં જનતા પક્ષના માવજીભાઇ સામે પરબત પટલેની હાર થઈ. તેમણે 1995માં અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યુ અને ધારાસભ્ય બન્યા. 1998માં ચૂંટણી ન લડ્યા. 2002માં પરબત પટેલની વાવ બેઠક પરથી ભાજપાના ઉમેદવાર તરીકે હાર થઈ.
પરબતભાઇ સવાભાઇ પટેલ, ભાજપ - 68517 (3473 મતે વિજય)
માવજીભાઇ છત્તરભાઇ પટેલ, કોંગ્રેસ - 65044
પરબતભાઇ સવાભાઇ પટેલ, ભાજપ - 69789 (11733 મતે વિજય)
ધમરાજી દેવજીભાઇ રાજપૂત, કોંગ્રેસ - 58056
હવે 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે કોણ હશે તેનો નવો ધારાસભ્ય તેના પર નજર ટકેલી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. ભાજપમાંથી પરબતભાઇ, કોંગ્રેસમાંથી ડીડી રાજપુત અને અપક્ષ માવજીભાઈ ચૂંટણી લડ્યા હતા. ચૂંટણીમાં પરબતભાઇ પટેલને કુલ 69,789 વોટ મળ્યા હતા. ડીડી રાજપૂતને કુલ 58,056 વોટ મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈને કુલ 42,982 વોટ મળ્યા હતા. 2017ની થરાદ વિધાનસભાની ચૂંટણી પરબતભાઇ પટેલ કુલ 11,733 વોટથી જીત્યા હતા તેમની જીતનું મુખ્ય કારણ અપક્ષ ઉમેદવાર માવજી પટેલે મળેવેલા મતને પણ માનવામાં આવે છે. કારણ કે, માવજી પટેલને 42982 મત મળ્યા હતા, જ્યારે પરબત પટેલ 11733 મતે જીત્યા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે