Home> Gujarat
Advertisement
Prev
Next

શહેરમાં લાખોની પ્લાસ્ટિકની સીટ અને ખટારો લઇને ફરાર થઇ જનારા આરોપીઓ ઝડપાયા

શહેર નજીકના અસલાલીમાંથી પાર્કિંગમાં પડેલ ટ્રક સહિત લાખોની પ્લાસ્ટિક સીટ ચોરીના મામલામાં અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ ફરાર આરોપીની શોધ શરુ કરી છે. અસલાલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની ટ્રકો પાર્ક થતી હોય છે. થોડા મહિના અગાઉ આ જ રીતે એક ટ્રક પાર્ક થઇ હતી. જે ટ્રકમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ હતો અને આ લાખો રૂપિયાનો મુદ્દામાલ કલોલથી લોડ કરવામાં આવ્યો અને ડીલીવરી કેરલા પહોંચાડવાની હતી. 

શહેરમાં લાખોની પ્લાસ્ટિકની સીટ અને ખટારો લઇને ફરાર થઇ જનારા આરોપીઓ ઝડપાયા

અમદાવાદ : શહેર નજીકના અસલાલીમાંથી પાર્કિંગમાં પડેલ ટ્રક સહિત લાખોની પ્લાસ્ટિક સીટ ચોરીના મામલામાં અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ ફરાર આરોપીની શોધ શરુ કરી છે. અસલાલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની ટ્રકો પાર્ક થતી હોય છે. થોડા મહિના અગાઉ આ જ રીતે એક ટ્રક પાર્ક થઇ હતી. જે ટ્રકમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ હતો અને આ લાખો રૂપિયાનો મુદ્દામાલ કલોલથી લોડ કરવામાં આવ્યો અને ડીલીવરી કેરલા પહોંચાડવાની હતી. 

fallbacks

હિંદુ ધર્મ વિશે વિવાદિત પોસ્ટ મુકનારા અસલમ લેંઘા નામના વ્યક્તિની ધરપકડ

જો કે દિવાળીનો સમય હોવાથી ટ્રકના ડ્રાઈવરે પોતાની લાંભા હાઈવે પર આવેલા ટ્રાન્સપોર્ટના પાર્કિગમાં પોતાની ટ્રક પાર્ક કરીને જતો રહ્યો હતો. ટ્રકની ચાવી અંદર જ ભૂલી ગયો હતો. આ સમય દરમ્યાન કોઈ અજાણ્યા વ્યક્તિઓએ આ ટ્રકની પાર્કિંગમાંથી ચોરી કરી લીધી હતી. જેની ફરિયાદ અસલાલી પોલીસ મથકે નોંધાવવા આવી હતી.આ ટ્રકમાં રહેલો ૨૨ લાખ રૂપિયાનો માલ કેરેલા પહોંચાડવાનો હતો પરંતુ દિવાળીનો તહેવાર હોવાથી ડ્રાઈવરે કન્ટેનર સાથેનો ટ્રક અમિત એક્સપ્રેસ ગોડાઉનમાં પાર્ક કરી દીધી હતી અને બાદમાં પોતાના વતન જતો રહ્યો હતો. ટ્રક લગભગ દસેક દિવસ ગોડાઉનમાં જ રહેલી હતી અને બાદમાં એક દિવસ એકા-એક ટ્રક ગોડાઉનમાંથી ગાયબ થઈ ગઈ હતી. જેની જાણ ટ્રક માલિકને થતા સમગ્ર મામલે પોતાની ટ્રક મુદ્દા માલ સાથે ચોરી થઇ ગઈ હતી. જેમાં આજે અસલાલી પોલીસે રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓમાંથી આરોપી મેહબુબઅલી સાદબ રંગરેજ સહિત બે લોકોની કસ્ટડી મેળવી છે. સમગ્ર બાબતમાં આરોપી મેહબુબઅલી સાદ્બની ભૂમિકાએ હતી કે, તેણે ચોરી કરેલ ટ્રક વેચાણથી લીધો હતો ત્યારે હવે અસલાલી પોલીસે આ ગુનામાં ફરાર એવા અન્ય આરોપીઓને શોધવા માટે કવાયત હાથ ધરી હતી.

સુરતમાં જોવા મળ્યું એવું પ્રાણી જેને બચાવવા માટે વૈજ્ઞાનિકો આભ અને જમીન એક કરી રહ્યા છે

અસલાલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આવેલા આરોપીઓ મેહબુબઅલી સાદબની પૂછપરછમાં સામે આવ્યું કે, આ કેસમાં કુલ ચાર આરોપીઓ સંડોવાયેલા છે ત્યારબાદ હવે અસલાલી પોલીસે સો પ્રથમ મુદ્દમાલ રીકવરી માટેની કવાયત હાથ ધરી હતી. જેમાં મહેબૂબ અલીની પૂછપરછ સામે આવ્યું કે રાજવીર સૈની અને પ્રભોવ જૈન કે જેમણે ટ્રક રહેલો સિન્ટેક્સ કંપનીનો મુદ્દામાલ વેચાતો લીધો અને આ બંને આરોપીઓની રાજસ્થાનના સાગવાડા પાસેથી અસલાલી પોલીસે ધરપકડ કરી લીધી હતી. શરૂઆતમાં રૂપિયા ૧૫ લાખનો મુદ્દામાલ એક રાજસ્થાન નજીક સાગવાડા નજીકના એક ગામમાં આવેલા ગોડાઉનમાંથી અસલાલી પોલીસે કબજે કરી લીધો હતો. 

16 વર્ષની તરૂણી મહિના પહેલા યુવકના સંપર્કમાં આવી અને પછી બંન્ને મળીને શરૂ કર્યું...

રાજવી સૈનીએ અન્ય રૂપિયા ૦૭ લાખનો મુદ્દમાલ ઉદેપુર ખાતે રાખેલો હતો તે તમમાં મુદ્દમાલ રૂપિયા ૨૦ લાખનો અસલાલી પોલીસે કબજે કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, હાલ આ કેસમાં અસલાલી પોલીસની ગિરફતમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જેમાં મેહબૂબઅલી રંગરેજ, રાજવીર સૈની અને પ્રભોવ જૈન એમ કુલ ત્રણ આરોપોની ધરપકડ કરી લીધી છે. અન્ય બે આરોપીઓ કાસીમ ક્માસ્ખાણ પઠાણ અને ઇમરાન નમના બન્ને આરોપીઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે કે જેમાંથી એક આરોપીએ ટ્રક તથા મુદ્દમાલની કરી કરી છે. હાલ પોલીસે ફરાર બંને આરોપીઓને શોધી કાઢવા સારૂ કવાયત હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More