તેજસ મોદી/સુરત : શહેરમાં સતત વધી રહેલી વાહન ચોરીને ડામવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહનચોર જીશાન ઉર્ફે રીક્કી શેખ અને તેના સાગરીતને ઝડપી પાડ્યો હતો. શહેર વિસ્તારમાં બનેલા વાહન ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. સુરત શહેર હદ વિસ્તારમાં વધી રહેલા વાહન ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે ડી.સી.બી. પોલીસની વિવિધ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી જીશાન ઉર્ફે રીક્કી મઝહર શેખ, સૈયદ એઝાજ સૈયદ નુરમહોમદ જાતે સૈયદની ઉન પાટિયા ખાતે આવી રહ્યા છે.
આખરે 32 પાકિસ્તાની હિન્દુઓની 7 વર્ષની તપસ્યાનો અંત આવ્યો, બન્યા ભારતીય નાગરિક
જેને આધારે પોલીસે એકટીવા નંબર GJ-05-KM-4748 તેમજ સીબીઝેડ એક્સ્ટ્રીમ અને મોટર સાઈકલ નંબર-GJ-05-HF-6960 મળી આવ્યા છે. આરોપીઓ પૈકી આરોપી જીશાન ઉર્ફે રીક્કી મઝહર શેખનો પુર્વ ઇતિહાસ છે. બંન્ને આરોપીઓની ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા કુનેહ પુર્વક અને આગવી ઢબે કરેલ પુછપરછ દરમ્યાન આરોપીઓએ બીજા ત્રણ વાહનો ચોરી કરી પાંડેસરા, સિધ્ધાર્થ નગર નહેર પાસે બિનવારસી મુકી દિધેલાની કરેલ કબુલાત આધારે ક્રાઇમબ્રાંચની ટીમે બીજા ત્રણ વાહનો પણ જપ્ત કર્યા હતાં.
ગઈકાલે રાજકોટમાં ગાયબ રહેલા વિજય રૂપાણી આજે બોલ્યા, મારા અને પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી
આરોપીઓની પુછપરછમાં હકીકત એવી રીતેની જાહેર થયેલ છે કે, મજકુર આરોપીઓ એમ.ડી.નો નશો કરી શહેર વિસ્તારમાં રખડવાની ટેવ ધરાવતો હતો. જેથી એમ.ડી.નો નશો કર્યા બાદ ફરવા માટે કોઇ પણ જગ્યાએથી વાહનોની ચોરી કરી ચોરીના વાહનો ઉપર રખડ્યા બાદ પેટ્રોલ પુરૂ થતા જ ગમે ત્યાં છોડીને ફરાર થઇ જતો હતો. ક્રાઇમબ્રાંચની ટીમે આરોપીઓ પાસેથી કુલ પાંચ વાહનો રીકવર કરી પોકેટકોપ એપ્લિકેશનની તથા ટેકનીકલ સેલની મદદથી સર્ચ કરતાં શહેર વિસ્તારમાં બનેલ વાહન ચોરીના નીચે મુજબના કુલ પાંચ વાહન ચોરીના વણશોધાયેલ ગુના શોધી કાઢવામાં સફળતા મળેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે