Home> Gujarat
Advertisement
Prev
Next

INS વિરાટની અંતિમ સફર ભાવનગરના અલંગ તરફ થશે, ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ને ગુજરાતમાં ભાંગીને ટુકડા કરાશે

સમગ્ર વિશ્વનું સૌથી જૂનું જહાજ એરક્રાફ્ટ કેરિયર INS વિરાટને ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવશે. 24 હજાર ટનનું વિમાનવાહક જહાજ INS ભારતીય નેવીની શાન કહેવાતુ હતું. ત્યારે ભાવનગરના શિપબ્રેકરે વિરાટ કેરિયર ખરીદ્યું છે અને હવે તે INS વિરાટની ભાવનગરના અલંગ તરફ અંતિમ સફર થશે. અલંગના શિપબ્રેકરે ઓનલાઈન હરાજીમાં INS વિરાટ કેરિયરને 26 કરોડમાં ખરીદ્યું છે. અલંગ પ્લોટ 81માં આ જહાજને ભાંગવામાં આવશે. હાલ આ જહાજને મુંબઇ રાખવામાં આવ્યું છે. લિગલ પ્રોસેસ બાદ અલંગ લાવવામાં આવશે. જેના બાદ વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને ભાંગવામાં આવશે. 

INS વિરાટની અંતિમ સફર ભાવનગરના અલંગ તરફ થશે, ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ને ગુજરાતમાં ભાંગીને ટુકડા કરાશે

નવનીત દલવાડી/ભાવનગર :સમગ્ર વિશ્વનું સૌથી જૂનું જહાજ એરક્રાફ્ટ કેરિયર INS વિરાટને ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવશે. 24 હજાર ટનનું વિમાનવાહક જહાજ INS ભારતીય નેવીની શાન કહેવાતુ હતું. ત્યારે ભાવનગરના શિપબ્રેકરે વિરાટ કેરિયર ખરીદ્યું છે અને હવે તે INS વિરાટની ભાવનગરના અલંગ તરફ અંતિમ સફર થશે. અલંગના શિપબ્રેકરે ઓનલાઈન હરાજીમાં INS વિરાટ કેરિયરને 26 કરોડમાં ખરીદ્યું છે. અલંગ પ્લોટ 81માં આ જહાજને ભાંગવામાં આવશે. હાલ આ જહાજને મુંબઇ રાખવામાં આવ્યું છે. લિગલ પ્રોસેસ બાદ અલંગ લાવવામાં આવશે. જેના બાદ વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને ભાંગવામાં આવશે. 

fallbacks

એક નાનકડી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ, વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી

2017માં સેવાનિવૃત્ત થયુ હતું
ભારતીય નૌસેનાનું બીજુ વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. આઈએનએસ વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજુ વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી, અને આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષો સુધી સેવા આપી હતી. તેનો હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું. જેનો મતલબ થાય છે કે, જેનો સમુદ્ર પર કબજો છે, તે જ સૌથી વધુ બળવાન છે.

લક્ષચંડી યજ્ઞ શરૂ થવાના એક દિવસ પહેલા ઊંઝામાં પાટીદારોએ બતાવ્યો પોતાનો ‘સુપરપાવર’ 

1987થી સેવા આપી રહ્યું છે આઈએનએસ વિરાટ
એચએમએસ હર્મીસના નામથી ઓળખાતું જહાજ 1959થી બ્રિટનના રોયલ નેવીમાં સેવામાં હતું. 1980ના દાયકામાં ભારતીય નૌસેનાએ તેને સાડા છ કરોડ ડોલરમાં બ્રિટન પાસેથી ખરીદ્યું હતું અને 12 મે, 1987ના રોજ તેને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું.

શિયાળાની શરૂઆત થતા જ ફેમસ વઢવાણામાં 10 હજાર વિદેશી પક્ષીઓએ ડેરો જમાવ્યો

ગિનીસ બૂકમાં છે સ્થાન
આઈએનએસ વિરાટનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. તે દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતુ હતું અને તેમ છતા સારી કન્ડીશનમાં હતું. તેને ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ નામથી પણ ઓળખવામાં આવતુ હતું. પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તે ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનાર જહાજ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More