Home> Gujarat
Advertisement
Prev
Next

ANAND માં ચકચારી લૂંટનો ભેદ આખરે ઉકેલાયો, બિહારનો સાદીક અલી હતો મુખ્ય ભેજાબાજ

જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામની સીમમાં હરીયાણાની યુનિટેક પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના પ્રોજેક્ટની સાઇટ ઉપર બે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી 24 લાખની કિંમતના કન્ડક્ટ ડ્રમ વાયરની લૂંટના કેસનો પોલીસે ઉકેલ આણ્યો છે. બિહારની ટોળકીના એક આરોપીને આણંદ એલસીબી પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી બાકીના ત્રણ આરોપીઓને પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ANAND માં ચકચારી લૂંટનો ભેદ આખરે ઉકેલાયો, બિહારનો સાદીક અલી હતો મુખ્ય ભેજાબાજ

આણંદ : જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામની સીમમાં હરીયાણાની યુનિટેક પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના પ્રોજેક્ટની સાઇટ ઉપર બે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી 24 લાખની કિંમતના કન્ડક્ટ ડ્રમ વાયરની લૂંટના કેસનો પોલીસે ઉકેલ આણ્યો છે. બિહારની ટોળકીના એક આરોપીને આણંદ એલસીબી પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી બાકીના ત્રણ આરોપીઓને પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

fallbacks

GUJARAT માં કોરોનાનો કહેર: અમદાવાદના આ વિસ્તારમાં ગયા તો કોરોનાથી કોઇ નહી બચાવી શકે

પાળજ ગામે ચાલી રહેલા યુનિટેક પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીની સાઇટ ઉપર ગત તા.16મી ડીસેમ્બરની વહેલી સવારનાં સુમારે અજાણ્યા લુંટારૂઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી 24 લાખની કિંમતના કન્ડક્ટ ડ્રમ વાયરની લૂંટ ચલાવી હતી. જેમાં ચાર અજાણ્યા હીન્દી ભાષી લુંટારૂઓ દ્વારા  ઈલેટ્રીક ત્રણ કન્ડકટ ડ્રમ વાયરની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પેટલાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આણંદની એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

CM ની સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ: આરોગ્યમંત્રીની ગેરહાજરી ઉડીને આંખે વળગી

એલસીબી પોલીસે તપાસ કરતા આ લુંટનાં ગુનામાં ટ્રક અને ક્રેઈનનો ઉપયોગ કરી ડ્રમ વાયરોની લુંટ ચલાવી હોવાની કડી મળી હતી. આ લુંટની ધટનામાં પાળજ ગામે યુનિટેક પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના પ્રોજેક્ટની સાઇટ ઉપર મજૂર તરીકે કામ કરતો મૂળ બિહાર રાજયનો સાદીકઅલી મજહરઅલી સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી. જેના પગલે એલસીબી પોલીસની ટીમે પાળજ ગામે દરોડો પાડી સાદીકઅલી મજહરઅલીને ઝડપી પાડીને આણંદ એલસીબી કચેરીમાં લાવીને સઘન પુછપરછ કરી હતી. જેમાં તેણે ગુનો કબુલવાની સાથે સાથે પોતાના અન્ય સાગરીતો નાસીરઅલી સાબેદઅલી, બરકતઅલી મજહરઅલી અને આતાબુર આલમઅલી સાથે મળીને પાળજ ગામેથી રૂ 24 લાખની કિંમતના કન્ડકટ ડ્રમ વાયરની લૂંટ કર્યાની કબુલાત કરી હતી.

અમદાવાદના વાહન ચાલકો ચેતજો! 42 હાઈ-વે પેટ્રોલ કારની ખરીદી કરાઈ, થર્ટી ફર્સ્ટે ઉપયોગ થશે

એલસીબી પોલીસે આરોપી સાદીકઅલી પાસેથી રોકડ રકમ સહિત રૂ 6200નો મુદ્દામાલ કબ્જે લઇ હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં ચારેય શખ્સો હાઇટેન્શન લાઈનના વાયર ઈન્સટોલેશની સાઇટ ઉપર કામ કરતા હોય મુખ્ય આરોપીના સંપર્કમાં રહીને કન્ડક્ટ ડ્રમ વાયર ક્રેન અને ભારે વાહનો બોલાવી સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી લૂંટ કરતા હોવાની કબૂલાત કરી હતી. આણંદ એલસીબી પોલીસે બાકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલો સાદીકઅલી  પોતાના અન્ય સાગરિતો સાથે મળી પોતે મજૂરીકામ કરતા હોય તેવી સાઈડો ઉપર ક્રેન અને ભારે વાહનોની મદદ લઇ લુંટ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More