Gujarat Weather: ઠંડી આવી ગઈ છે, શિયાળો આવી ગયો છે એવુ સમજીને હરાખાતા નહી. કારણ કે, ફરીથી દરિયામાં મોટી હલચલ થઈ છે. વાતાવરણમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. આજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠામાં સામુહિક આપઘાત: 4 ને મોતના મુખમાં ધકેલનાર સસરા-પતિની અટકાયત, થશે ખુલાસા
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યુ કે, રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકથી સાત ડિગ્રી વઘુ નોંધાઇ રહ્યું છે. જેના કારણે શિયાળાની ઠંડીનો એહેસાસ થતો નથી.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 6, 2023
આજનો દિવસ ભારે! ગુજરાતના બે મોટા પૂર્વ મુખ્યમંત્રીઓને નડ્યો અકસ્માત; એકમાં તો આ CM..
આઈએમડી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું કે, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોને છોડીને દેશના બાકીના ભાગોમાં વરસાદની શક્યતા છે. આઈએમડીએ એવુ પણ જણાવ્યું કે, નવેમ્બર મહિનામં દેશના અનેક ભાગોમાં વરસાદ આવશે. આ વરસાદથી સામાન્યથી ભારે વરસાદ રહેશે. વાતાવરણમાં આવતા આ ફેરફારથી ઠંડી રાતો હવે ગરમ થવાની શક્યતા છે. દેશના અનેક ભાગોમાં દિવસ અને રાતના સમયે તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે.
ધોરણ 12 બોર્ડ પરીક્ષા અંગે મહત્વના સમાચાર : બોર્ડ તરફથી જાહેર થઈ અગત્યની સૂચનાઓ
ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે.
ખેડૂતોને ફરી રોવાનો વારો! ડુંગળીની પુષ્કળ આવક વચ્ચે ભાવમાં ગાબડું, શું ચાલે છે ભાવ?
આવામાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે જાણવું અત્યંત જરૂરી બની જાય છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. 28મી ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. 28 ઓક્ટોબરનો દિવસ એવો હશે કે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટાં વાદળ થશે. આને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ જગ્યાઓ પર સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેડૂતોએ મગફળી વાવેલી હોય તો તેને નુકસાન કરે તેવા વરસાદી ઝાપટાં નહીં હોય. એટલે ખેડૂતોએ 28 તારીખથી પણ ગભરાવવાનું નથી.
ગજબની ટ્રીક..ઉબેર ડ્રાઈવરે રાઈડ કેન્સલ કરી 1 વર્ષમા કમાઈ લીધા 23 લાખ, જાણો કેવી રીતે
નવેમ્બર મહિનામાં એલર્ટ જાહેર કરાયું છે કે, સમગ્ર દેશમાં આ મહિનામાં પણ કમોસમી વરસાદનો માહોલ રહેશે. દક્ષિણી ભાગો, ભારતના કેટલાક ભાગો, ઉત્તર પશ્ચિમ ભારતન કેટલાક ભાગ, પૂર્વ મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે. નવેમ્બરમાં દેશના બાકી ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. જોકે, આમાં ગુજરાત અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં તેની અસર થશે કે નહિ તે આગાહી હજી કરાઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે