Home> Gujarat
Advertisement
Prev
Next

પોરબંદર રહેમાની મસ્જીદના ઈમામ પર હુમલો, વિસ્તારમાં ભારેલો આગ્નિ જેવી સ્થિતી

મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતને લઈને થયેલ મનદુખને લઈને મેમણવાડા વિસ્તારમાં તંગદીલી સર્જાઈ હતી.

પોરબંદર રહેમાની મસ્જીદના ઈમામ પર હુમલો, વિસ્તારમાં ભારેલો આગ્નિ જેવી સ્થિતી

અજય શીલુ/પોરબંદર: મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતને લઈને થયેલ મનદુખને લઈને મેમણવાડા વિસ્તારમાં તંગદીલી સર્જાઈ હતી. મુસ્લિમ સમાજના એક જૂથ દ્વારા રહેમાની મસ્જીદના ઈમામ પર હુમલો કરાયો હતો તો અન્ય એક મુસ્લિમ જૂથે મુસ્લિમ આગેવાનના ઘર અને વાહનો પર તોડફોડની ઘટના બનતા હજારોની સંખ્યામાં મુસ્લિમોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા.

fallbacks

fallbacks

મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક બાબતને લઇને અથડમણ
મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક બાબતે મતભેદ થતા એક જૂથ આજે આ મામલે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા જતા સામે પક્ષના કહેવાતા અલીસેના નામના મુસ્લિમ જૂથના સભ્યો દ્વારા રહેમાની મસ્જીદના ઈમામ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ મુસ્લિમ સમાજને થતા હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો પોલીસને આ અંગેની જાણ થતા શહેરભરની પોલીસ તત્કાળ મેમણવાડા વિસ્તાર ખાતે દોડી આવી હતી. આ દરમિયાન મુસ્લિમ સમાજના એક જૂથે ઠક્કરપ્લોટ વિસ્તારમાં આવેલ મુસ્લિમ આગેવાન સલીમ સુર્યાના ઘર પર હુમલો કરીને એક કાર અને બે બાઈકો સહિત ઘરમાં તોડફોડ કરી હતી. આ ઘટના અંગે સલિમ સુર્યાના પત્ની દ્વારા સતાર મૌલાના અને યુસુફ દાઢીના માણસોએ આ તોડફોડ કરાવી હોવાનુ પોલીસને જણાવ્યુ હતુ. તો આ સમગ્ર મામલે સુન્ની અંજુમને ઈસ્લામના પ્રમુખ હાજી ઈબ્રાહિમખાન પઠાણે એવુ જણાવ્યુ હતુ કે,કોઈએ પણ કોઈના ઘર પર તોડફોડ નથી કરી પરંતુ તેઓના માણસોએ જ આ કામ કરીને સમાજને અલગ કરવા માંગે છે. અને મુસ્લિમ સમાજના જ અમુક લોકો માહોલ ખરાબ કરવા માંગે છે.

ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
મેમણવાડામા બનેલી આ સમગ્ર ઘટના બાદ પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે પોરબંદર એલસીબીથી લઈને એસોઓજી ડિવાયએસપી પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાઓને વીખેરી થોડીવારમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ તો પોલીસે મુસ્લિમ સમાજની અલીસેનાના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અને પરિસ્થિતિ કાબુમા રહે તે માટે આ વિસ્તારમાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More