Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાની ખેર નહી: ગુજરાત સરકાર દ્વારા સ્પેશ્યલ પ્લેન દ્વારા મંગાવવામાં આવી દવા

કોરોના વાયરસ મુખ્યત્વે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને જ થાય છે. જો રોગપ્રતિકારક શક્તિ મજબુત હોય તો દર્દી ઝડપથી સાજો પણ થઇ જતો હોય છે. તેવામાં કોરોના થાય પછી સારવાર આપવાના બદલે પહેલાથી જ નાગરિકોને કોરોના સામેની લડાઇ માટે તૈયાર કરવામાં આવે તેવી રણનીતિ અંગે સરકાર કામ કરી રહી છે. જેના અનુસંધાને નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદિક દવાઓ સ્પેશ્યલ પ્લેન દ્વારા ગુજરાત સરકારે મંગાવી છે.

કોરોનાની ખેર નહી: ગુજરાત સરકાર દ્વારા સ્પેશ્યલ પ્લેન દ્વારા મંગાવવામાં આવી દવા

અમદાવાદ : કોરોના વાયરસ મુખ્યત્વે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને જ થાય છે. જો રોગપ્રતિકારક શક્તિ મજબુત હોય તો દર્દી ઝડપથી સાજો પણ થઇ જતો હોય છે. તેવામાં કોરોના થાય પછી સારવાર આપવાના બદલે પહેલાથી જ નાગરિકોને કોરોના સામેની લડાઇ માટે તૈયાર કરવામાં આવે તેવી રણનીતિ અંગે સરકાર કામ કરી રહી છે. જેના અનુસંધાને નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદિક દવાઓ સ્પેશ્યલ પ્લેન દ્વારા ગુજરાત સરકારે મંગાવી છે.

fallbacks

અમદાવાદમાં ફરી એકવાર નોટબંધી: 15 મેથી તમામ દુકાનો પર ઓનલાઇન પેમેન્ટ ફરજીયાત

ગુજરાત સરકાર દ્વારા 7 ટન આયુર્વેદિક ઉકાળો મંગાવવામાં આવ્યો છે. જેમાં 2490 કિલોગ્રામ સંશમની વટી, 1449 કિલોગ્રામ દશમુલ ક્વાથ, 10 હજાર કિલોગ્રામ આયુષ 64 કેપ્સુલનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓમાંથી બનતો આયુર્વેદિક ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ જ ઉપયોગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 1.79 કરોડ ઉકાળાનાં ડોઝ અને 13.30 લાખ સંશમની વટીનું વિતરણ કરવામાં આવી ચુક્યું છે.

અમદાવાદમાં ગંભીર થતું કોરોનાનું સંકટ, રાજ્યમાં સ્થિતી પ્રમાણમાં સુધરી: જયંતિ રવિ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં કોવિડ કેર સેન્ટરમાં એસ્મિટોમેટિક 1211 દર્દીઓેને આયુર્વેદિક સારવાર આપવામાં આવી હતી. જે પૈકી 427 દર્દીઓ સાજા પણ થયા છે. હાલ સરકાર દ્વારા આયુર્વેદિક દવાખાનાઓ અને આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા અમૃત પેય આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More