Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યનાં સૌથી વ્યસ્ત હાઇવે પૈકીના એક ભાવનગર-અમદાવાદ હાઇવે બિસ્માર, સરકારના ઠાગાઠૈયા

અમદાવાદ જિલ્લાના જોડતો હાઈવે બિસ્માર બન્યો છે. ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદને કારણે આ રોડની હાલત દયનીય બની છે. સંપૂર્ણ રોડ ધોવાઇ જતાં વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નાયબમંત્રી નીતિન પટેલે એક માસની બાહેધરી આપ્યા બાદ પણ આજ સુધી રોડના રીપેરીંગનું કે નવીનીકરણનુ કોઈ જ કામ થયું નથી. ત્યારે હાલ તો ખરાબ રોડના કારણે વાહનચાલકોને ખૂબ જ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

રાજ્યનાં સૌથી વ્યસ્ત હાઇવે પૈકીના એક ભાવનગર-અમદાવાદ હાઇવે બિસ્માર, સરકારના ઠાગાઠૈયા

નવનીત દલવાડી/ભાવનગર : અમદાવાદ જિલ્લાના જોડતો હાઈવે બિસ્માર બન્યો છે. ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદને કારણે આ રોડની હાલત દયનીય બની છે. સંપૂર્ણ રોડ ધોવાઇ જતાં વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નાયબમંત્રી નીતિન પટેલે એક માસની બાહેધરી આપ્યા બાદ પણ આજ સુધી રોડના રીપેરીંગનું કે નવીનીકરણનુ કોઈ જ કામ થયું નથી. ત્યારે હાલ તો ખરાબ રોડના કારણે વાહનચાલકોને ખૂબ જ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

fallbacks

સરકારની "મા અમૃત્તમ કાર્ડ" યોજના બંધ નહી થાયઃ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ સત્યથી વેગળો

ચોમાસા દરમિયાન પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ભાવનગર અને અમદાવાદ જિલ્લાને જોડતો ભાવનગર ધોલેરા ટૂંકો માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે. રોડ સંપૂર્ણ રીતે ખોવાય જવાને કારણે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. આ રોડ ઉપરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઇ સુધી જવા માટે રોડ નો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી રોજના હજારો વાહનોની અવરજવર થતી હોય છે. ત્યારે તૂટેલા રોડના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તો બીજી બાજુ રોડ તુટી જવાના કારણે ધુળની ડમરીઓ ઊડતી હોવાથી નાના વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ભાવનગરથી અનેક જિલ્લાઓને જોડતો આ એકમાત્ર ટૂંકો માર્ગ હોવાથી તેને જલ્દીથી રીપેર કરવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. ચેમ્બરની રજૂઆતને લઈને ગુજરાતના નાયબમંત્રી નીતિન પટેલે એક માસમાં ગુજરાતના તમામ રોડ રીપેરીંગ કરવામાં આવશે તેમજ જરૂર પડે ત્યાં નવા રોડ પણ બનાવવામાં આવશે. તેવી ખાતરી આપી હતી. પરંતુ હજી સુધી ભાવનગર અમદાવાદ રોડના કામમાં કોઈ જ રિપેરિંગ થયું નથી.

કોવીડ-૧૯ના સંદર્ભમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા લેવાયેલા નવા પગલાની કેન્દ્રીય રાજ્યમંત્રીએ પ્રસંશા કરી

ભાવનગરથી અધેલાઈ સુધીના નવા બની રહેલા આરસીસી રોડનું કામ હાલ ચાલી રહ્યું છે 850 કરોડ ના ખર્ચે આ રોડને આર.સી.સી રોડ બનાવવાની કામગીરી હાલ થઈ રહી છે. ભાવનગર થી અધેલાઈ સુધી નેશનલ ઓથોરિટી દ્વારા તેમજ અધેલાઈ થી આગળનો રોડ સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. 2019 માં શરૂ થયેલા આ રોડ પૂરો કરવાની અવધિ 2021 છે. ત્યારે હજુ સુધી માત્ર 50 ટકા જેટલી જ કામગીરી થઇ હોવાથી આ રોડનો હાલ ઉપયોગ થઈ શકે એવી સ્થિતિ નથી ત્યારે લોકોને જુના રોડ નો ઉપયોગ કરવો પડે છે જે પણ ખરાબ હાલતમાં હોવાથી લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે.

અવળી ગંગા ! પતિએ પોતાની જ પત્નીનું અપહરણ કર્યું અને પછી...

ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પર ખૂબ મોટા પ્રમાણમાં મીઠાના અગરો આવેલા છે ખાસ કરીને ઉદ્યોગિક હેતુસર અને માલના પરિવહન માટે આ રોડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી આ રોડનું રીપેરીંગનું કામ જલદીથી કરવામાં આવે એવી રજૂઆત થતાં મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી દ્વારા સકારાત્મક વલણ અપનાવી તમામ રોડ રસ્તા નું કામ એક માસની અંદર પૂરું કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ અધિકારીઓ પદાધિકારીઓ ના આદેશોને ઘોળીને પી જતા હોવાનો કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More