Home> Gujarat
Advertisement
Prev
Next

એક જ મહિનામાં ખુદાબક્ષ મુસાફરો પકડીને ભાવનગર રેલવેએ કરી તગડી કમાણી

ભાવનગર રેલવે મંડળે એપ્રિલ 2022માં ટિકિટ વિના ના મુસાફરો પાસેથી રૂ. 86.5 લાખ વસૂલ્યા છે, એક મહિનાની ટિકિટ ચેકિંગની કમાણીમાં અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે

એક જ મહિનામાં ખુદાબક્ષ મુસાફરો પકડીને ભાવનગર રેલવેએ કરી તગડી કમાણી

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર રેલવે મંડળે એપ્રિલ 2022માં ટિકિટ વિના ના મુસાફરો પાસેથી રૂ. 86.5 લાખ વસૂલ્યા છે, એક મહિનાની ટિકિટ ચેકિંગની કમાણીમાં અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે

fallbacks

રેલવેમાં નિયમો વિરૂદ્ધ કે વિના ટિકિટ મુસાફરી કરતા લોકોને નિરુત્સાહિત કરવા ભાવનગર ડિવિઝનમાં સમગ્ર માસ દરમિયાન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝન દ્વારા ટિકિટ ચકાસણીની આવકમાં સતત નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે. એપ્રિલ, 2022ના મહિનામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવતા ડિવિઝને ટિકિટ વગર અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા 11912 મુસાફરો પાસેથી રૂ. 86,54,285 દંડ તરીકે એકત્ર કર્યા છે, જે એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. 

આ પણ વાંચો : સુરતમાં અમદાવાદ કરતા પણ સવાયો રિવરફ્રન્ટ બનાવાશે, આખી દુનિયા જોતી રહી જશે

અગાઉ માર્ચ, 2022માં ભાવનગર ડિવિઝન દ્વારા 9462 મુસાફરો પાસેથી રૂ. 61.39 લાખ વસૂલવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના માર્ગદર્શન હેઠળ તેમજ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની દેખરેખ હેઠળ ડિવિઝનના તમામ મુખ્ય ટિકિટ નિરીક્ષકો અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે મંડળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

આ પણ વાંચો : હરીહરાનંદ બાપુ મળી આવતા જ થયો મોટો ઘટસ્ફોટ, કોણ આપતુ હતુ તેમને ધમકી?

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલે ટિકિટ ચેકિંગ સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી બદલ પ્રશંસા કરી હતી. સાથે તમામ રેલવે મુસાફરોને પણ અપીલ કરી હતી કે, યોગ્ય ટિકિટ ખરીદીને જ લોકોએ મુસાફરી કરવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More