Home> Gujarat
Advertisement
Prev
Next

નરેશ પટેલના રાજકીય ભવિષ્ય અંગેના સૌથી મોટા સમાચાર, આ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી

જીલ્લાના કવાંટ ખાતે ગઇકાલે રાજ્યના માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીએ એસ.ટી.ડેપોનું ખાત મુહૂર્ત કાર્યક્ર્મ યોજીને કર્યું. આ કાર્યક્રમમાં પ્રોટોકોલનો ભંગ કરીને સ્થાનિક ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને બોલાવવામાં આવ્યા ન હતા, આટલું જ નહિ આમંત્રણ પત્રિકામાં નામ સુધ્ધાં લખ્યું ન હતું જેને લઈને સુખરામ રાઠવા નારાજ થયા હતા.

નરેશ પટેલના રાજકીય ભવિષ્ય અંગેના સૌથી મોટા સમાચાર, આ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી

છોટાઉદેપુર : જીલ્લાના કવાંટ ખાતે ગઇકાલે રાજ્યના માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીએ એસ.ટી.ડેપોનું ખાત મુહૂર્ત કાર્યક્ર્મ યોજીને કર્યું. આ કાર્યક્રમમાં પ્રોટોકોલનો ભંગ કરીને સ્થાનિક ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને બોલાવવામાં આવ્યા ન હતા, આટલું જ નહિ આમંત્રણ પત્રિકામાં નામ સુધ્ધાં લખ્યું ન હતું જેને લઈને સુખરામ રાઠવા નારાજ થયા હતા.

fallbacks

ભગવાન આવી મજબુરી કોઇ બાપને ન આપે! કચ્છમાં દિકરાની ફી ભરવાની હોવાથી શેઠની હત્યા કરી

છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે એસ.ટી.ડેપોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને બોલાવવામાં આવ્યા ન હતા અને કાર્યરકમની આમંત્રણ પત્રિકામાં નામ સુધ્ધાં લખવામાં આવ્યું ન હતું, આ મુદ્દે પુર્ણેશ મોદીએ મીડિયાને જણાવ્યુ હતું કે મારા વિભાગ દ્વારા આમંત્રણ તો જાય જ છે આવવું, નહિ આવવું એમની મરજી છે. ક્યાં બેસાડવાએ સરકારનો વિષય છે. એ નાનr બાબતોમાં ના પડતાં જેને હૈયે જાહેર જીવનનું હીત હોય એ અચૂક કાર્યક્રમમાં હાજર જ હોય તેમ જણાવ્યુ હતું. જ્યારે આમંત્રણ પત્રિકામાં નામ છાપવાની વાત પૂછતા તેઓએ જણાવ્યુ કે અગાઉ પાંચ વર્ષ સુધી અમે નામ છાપ્યા હતા પરંતુ કોઈ આવતા ન હતા.

પતિ જ્યારે રાત્રે નાઇટ શિફ્ટમાં કામે જતો પરિણીતા ગેલેરીમાંથી સીધા જ યુવકને બોલાવી લેતી અને...

આમંત્રણ પત્રિકા વિવાદને લઈને જ્યારે વિરોધ પક્ષના અનેતા અને સ્થાનિક ધારાસભ્ય સુખરામ રાઠવાને પૂછતા તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સરકારની પણ ઝાટકણી કાઢી હતી. કહ્યું કે, ખાત મુહૂર્ત કર્યું તેનો મને આનંદ છે પણ પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યનું નામ લખવાનું હોય છે પણ નામ નથી લખ્યું. આ કાર્યક્ર્મ થયો એમાં વિભાગીય નિયામક એસ.ટીએ પણ મારો સંપર્ક કર્યો નથી. કલેક્ટર છોટા ઉદેપુરે પણ અમારો સંપર્ક નથી કર્યો અને વાહન વ્યવહારની કચેરી ગાંધીનગર દ્વારા પણ મારો સંપર્ક કરવામાં આવ્યો નથી. કાર્યક્રમમાં જ્વું કે ના નજવું એ અમારો અબાધીત અધીકાર છે. આ સરકારનો સ્પષ્ટ ઇરાદો છે. જ્યાં કાર્યક્રમ થાય ત્યાં કોંગ્રેસના માણસોને નહિ બોલાવવાના, એ એમની રણનીતિ જ છે, અને એ રણનીતિના ભાગરૂપે મને નથી બોલાવ્યો.

પોરબંદરના નાગરિકો ધરમધક્કા ખાઈને કંટાળ્યા, છતાં ડ્રાઈવિંગ લાયસન્સ મળતા નથી

બીજી તરફ છેલ્લા કેટલાક વખતથી ખોડલધામના પ્રમુખ અને પાટીદાર આગેવાન નરેશ પટેલના કોંગ્રેસમાં જવાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ગઈકાલે નરેશ પટેલ કોંગ્રેસના નેતાઓને દિલ્હીમાં મળી પણ ચૂક્યા છે, ત્યારે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે રઘુ શર્મા, હું અને બીજા અન્ય નેતાઓ નરેશ પટેલના ફાર્મ હાઉસમાં જઈને તેઓને પ્રોમિસ આપીને આવ્યા છીએ અને અમારું મોવડી મંડળ તેઓને આવકારવાની તૈયારીઓ કરી રહ્યું છે. અમે નરેશ ભાઇને ખરા હૃદયથી આવકારીએ છીએ. આમ કહીને નરેશ માટે લાલજાજમ બિછાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More