Home> Gujarat
Advertisement
Prev
Next

ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેના સૌથી મોટા સમાચાર, પરીક્ષા થશે કે નહી આ રહ્યો જવાબ

ગુજરાત બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે. જો કે ધોરણ 12ના વિદ્યાર્થીઓનો મુદ્દો હજી પણ લટકી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા અંગે ભારે અસમંજસ પ્રવર્તી રહી છે તેવામાં CBSE બોર્ડ તરફથી મોટા સમાચારો આવી રહ્યા છે. 

ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેના સૌથી મોટા સમાચાર, પરીક્ષા થશે કે નહી આ રહ્યો જવાબ

અમદાવાદ : ગુજરાત બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે. જો કે ધોરણ 12ના વિદ્યાર્થીઓનો મુદ્દો હજી પણ લટકી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા અંગે ભારે અસમંજસ પ્રવર્તી રહી છે તેવામાં CBSE બોર્ડ તરફથી મોટા સમાચારો આવી રહ્યા છે. 

fallbacks

CBSE બોર્ડની પાસે ફક્ત મહત્વપુર્ણ વિષયો માટે જ પરીક્ષા લેવાની યોજના પર કામ કરી રહ્યા છે. જેના આધારે ટુંક સમયમાં પરીક્ષાની જાહેરાત પણ થઇ શકે છે. સીબીએસઇની આ ફોર્મ્યુલા પર જ ગુજરાત બોર્ડ પણ કામગીરી કરે તો નવાઇ નહી. કારણ કે ધોરણ 10ની પરીક્ષામાં પણ ગુજરાત બોર્ડે સીબીએસઇને જ ફોલો કર્યું હતું. 

CBSE બોર્ડમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 176 વિષયોનો અભ્યાસ કરવાનો વિકલ્પ હોય છે. જેમાં ભાષા અથવા ગ્રુપ L, ઇલેક્ટિવ અથવા ગ્રુપ A અને અન્ય સામેલ હોય છે. તેમાંથી ગ્રુપ A ના વિષયો મહત્વપુર્ણ માનવામાં આવે છે. જેના આધારે આગળ યુનિવર્સિટીઓમાં એડમિશન આપવામાં આવે છે. 

જો કે 20થી વધારે વિષયો એવા છે કે, જેની પરીક્ષા લેવાઇ શકે છે, તેમાં ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન ઇતિહાસ, રાજનીતિ વિજ્ઞાન, ઇતિહાસ, બિઝનેસ સ્ટડી, એકાઉન્ટ્સ, ભુગોળ, અર્થશાસ્ત્ર અને અંગ્રેજી જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 5 અને મહત્તમ 6 વિષયો પસંદ કરી શકે. જેમાં મુખ્ય 4  વિષયો હોય છે. બોર્ડ દ્વારા જો ફક્ત મુખ્ય વિષયો માટેની પરીક્ષા લેવામાં આવે છે. તો એક્ઝામ પેટર્ન પર જ પરીક્ષા લેવાશે. 

સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ્દ કરવાની માંગ વચ્ચે આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગે કેન્દ્રીય શિક્ષણમંત્રાલયની બેઠક મળી હતી. જેમાં સીબીએસઇ ICSE 12 બોર્ડની પરીક્ષા સાથે નીટ અને જેઇઇ મેન્સ સહિતની અન્ય પરીક્ષાઓ બાબતે પણ નિર્ણય લેવાઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More