Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના હાઈ-પ્રોફાઈલ કેસ પર મુકાયું અલ્પવિરામ! ચકચારી દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિને કિલનચીટ

અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે.

ગુજરાતના હાઈ-પ્રોફાઈલ કેસ પર મુકાયું અલ્પવિરામ! ચકચારી દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિને કિલનચીટ

ઝી બ્યુરો/અમદાવાદ: કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ચકચારી દુષ્કર્મ કેસમાં જાણીતો ઉદ્યોગપતિ રાજીવ મોદીને કિલનચીટ મળી છે. જી હા...પુરાવાના અભાવે પોલીસે કોર્ટમાં સમરી ભરી છે. 65 સાક્ષીઓને તપાસયા પછી પણ દુષ્કર્મ કેસમાં પુરાવા નહીં મળતા અંતે રાજીવ મોદીને ક્લિનચીટ મળી ગઈ છે. આ સાથે જ રાજ્યના હાઈ પ્રોફાઈલ કેસ ઉપર અલ્પવિરામ મુકાયું છે. તમને જણાવી દઈએ કે કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે બલગિરિયન યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. 

fallbacks

કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી ગત 15મી ફેબ્રુઆરીએ સોલા પોલીસ સ્ટેશને જઈને હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવી ચૂક્યા છે. જો કે, તે વખતે બલ્ગેરિયન યુવતી ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ A સમરી બાદ રાજીવ મોદીને ક્લિન ચીટ મળી ગઈ હોવાની વાત સામે આવી છે.

શું હતો મામલો
રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પોલીસે ફરિયાદ લેવામાં પણ ગલ્લા-તલ્લા કર્યા હતા 
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી. જે બાદ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More