Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના અંગે ગુજરાત સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, માતા કે પિતા ગુમાવનાર બાળકને મળશે સહાય

ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે ખુબ જ સારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના દરમિયાન માત્ર માતા કે માત્ર પિતા ગુમાવનારા બાળકો માટે કોઇ જ યોજના નથી. આવા બાળકો માટે કે પરિવાર માટે કોઇ યોજનાની જાહેરાત થવી જોઇએ તેવી માંગ લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 

કોરોના અંગે ગુજરાત સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, માતા કે પિતા ગુમાવનાર બાળકને મળશે સહાય

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે ખુબ જ સારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના દરમિયાન માત્ર માતા કે માત્ર પિતા ગુમાવનારા બાળકો માટે કોઇ જ યોજના નથી. આવા બાળકો માટે કે પરિવાર માટે કોઇ યોજનાની જાહેરાત થવી જોઇએ તેવી માંગ લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 

fallbacks

AHMEDABAD: મોજશોખ પુરા કરવા માટે અડધા અમદાવાદને માથે લેનારી ટોળકીનો પર્દાફાશ

કોરોનાના સમયગાળામાં એક વાલી ગુમનાર બાળકને રૂપિયા 2000 ની માસિક સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. કોરોના માં માતા-પિતા ગુમાવનાર બાળકને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટ ના રોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત આ યોજનાને લોન્ચ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માતા કે પિતા ગુમાવનાર બાળકો ની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. 

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ છતા ડેમની દયનીય સ્થિતિ, જો આવુને આવુ ચાલ્યુ તો સૌરાષ્ટ્ર તરસે મરશે

અત્રે ઉલ્લેખનીય છે કે બે ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો જન્મદિવસ પણ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત ૨જી ઓગસ્ટના રોજ સંવેદના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ યોજનાની જાહેરાત કરી શકે છે. હાલ તો સમગ્ર રાજ્યમાંથી માતા કે પિતા ગુમાવનારા બાળકોનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. આ ડેટાના આધારે યોજના જાહેર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More