Home> Gujarat
Advertisement
Prev
Next

મોર્નિંગ વોક પર નિકળેલી યુવતીના તંગ કપડા જોઇને યુવકે મારી ટપલી અને પછી...

જોધપુરમાં  બિલ્ડરની આર્કિટેક્ટ પુત્રીની છેડતી કરનાર ફૂડ ડિલીવરી બોયને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે 70 સીસીટીવી તપાસ્યા બાદ આરોપી પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે આરોપી ડિસ્કવરી પચનામું કરી વધુ તપાસ શરૂ કરી. સેટેલાઈટમાં ઈવનિંગ વોકમાં નીકળેલી યુવતી બંધન પાર્ટી પ્લોટ પહોંચી હતી. તે સમયે આવેલા એક્ટિવા ચાલક યુવતીને પાછળ સ્પર્શ કરી ચિચિયારી પાડતો ફરાર થઈ ગયો હતો. જે મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસને આરોપીની કોઈ ભાળ મળતી ન હતી. જો કે આનંદનગર પોલીસે ગુના ભેદ ઉકેલવા લગભગ 70 થી વધુ સીસીટીવી તપાસી ચેક કરતા એક કડી મળી અને તેના આધારે યુવતી છેડતી કરનાર ઝડપાઇ ગયો.

મોર્નિંગ વોક પર નિકળેલી યુવતીના તંગ કપડા જોઇને યુવકે મારી ટપલી અને પછી...

ઉદય રંજન/ અમદાવાદ : જોધપુરમાં  બિલ્ડરની આર્કિટેક્ટ પુત્રીની છેડતી કરનાર ફૂડ ડિલીવરી બોયને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે 70 સીસીટીવી તપાસ્યા બાદ આરોપી પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે આરોપી ડિસ્કવરી પચનામું કરી વધુ તપાસ શરૂ કરી. સેટેલાઈટમાં ઈવનિંગ વોકમાં નીકળેલી યુવતી બંધન પાર્ટી પ્લોટ પહોંચી હતી. તે સમયે આવેલા એક્ટિવા ચાલક યુવતીને પાછળ સ્પર્શ કરી ચિચિયારી પાડતો ફરાર થઈ ગયો હતો. જે મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસને આરોપીની કોઈ ભાળ મળતી ન હતી. જો કે આનંદનગર પોલીસે ગુના ભેદ ઉકેલવા લગભગ 70 થી વધુ સીસીટીવી તપાસી ચેક કરતા એક કડી મળી અને તેના આધારે યુવતી છેડતી કરનાર ઝડપાઇ ગયો.

fallbacks

જૂનાગઢના વિસાવદરમાં જર્જરિત મકાનની છત પડતા પરિવાર દટાયો, માતા પુત્રનું મોત

પોલીસ ગિરફતમાં રહેલ 20 વર્ષીય આરોપી આશિષ ઠાકોર ઝોમેટો-સ્વીગીમાં ફૂડ ડિલિવરી કરે છે, અને જોધપુરમાં ગોકુલ આવાસમાં રહે છે. ગત રવિવારના રોજ આરોપી આશિષ ફૂડ ડિલિવરી કરી પરત આવતા સમયે આર્કિટેક્ચર અભ્યાસ કરતી યુવતીને પાછળના ભાગે સ્પર્શ કરી અને ચિચિયારીઓ કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને સીસીટીવી ફૂટેજ પરથી આધારે ઝડપ્યો. આરોપીએ યુવતી છેડતી કરી હોવાની કબૂલાત કરી હતી કે, તેને મસ્તીમાં આ બીભત્સ હરકત કરી હતી હોવાનું સામે આવ્યું હતું.

દારૂ અંગેનાં CM ના નિવેદન બાદ કોંગ્રેસ ધુંવાપુંવા, બંન્ને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી

આનંદ નગર પોલીસે ગણતરીના દિવસમાં આરોપી આશિષ ઠાકોર પકડી જેલ હવાલે કરી દીધો છે. ત્યારે આરોપી આશિષ ઠાકોર કરેલ છેડતી કેસમાં ડીઝીટલ ડિસ્કવરી પંચનામું કરવામાં આવ્યું હતું. જેમાં જોધપુર રોડ પર શી ટીમે હથકડી સાથે આરોપી લઈને પચનામું કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More