Home> Gujarat
Advertisement
Prev
Next

RAJKOT ઓપરેશન બાદ હોસ્પિટલમાંથી ભાગેલા દર્દીનો મૃતદેહ વોકળામાંથી મળ્યો

શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ 36 વર્ષીય વ્યક્તિને હોસ્પિટલમાંથી નાસવું ભારે પડ્યું હતું. હોસ્પિટલમાંથી નાસી ગયા બાદ તબિયત વધારે લથડતા હોસ્પિટલથી થોડે દુર જ્યુબેલી પાસેનાં વોકળામાંથી આ દર્દીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરનાં જુબેલી ગાર્ડન નજીક આવેલી પ્રભુકૃપા હોસ્પિટલની સામે વોકળામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. 

RAJKOT ઓપરેશન બાદ હોસ્પિટલમાંથી ભાગેલા દર્દીનો મૃતદેહ વોકળામાંથી મળ્યો

રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ 36 વર્ષીય વ્યક્તિને હોસ્પિટલમાંથી નાસવું ભારે પડ્યું હતું. હોસ્પિટલમાંથી નાસી ગયા બાદ તબિયત વધારે લથડતા હોસ્પિટલથી થોડે દુર જ્યુબેલી પાસેનાં વોકળામાંથી આ દર્દીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરનાં જુબેલી ગાર્ડન નજીક આવેલી પ્રભુકૃપા હોસ્પિટલની સામે વોકળામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. 

fallbacks

ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડીસીપી પ્રવીણ કુમાર મીણા એસીપી ટંડેલ સહિતનાં અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરાતા મૃતક જસદણના લાતી પ્લોટમાં રહેતા નિતીન ભીખાભાઇ બારૈયા હોવાનું ખુલ્યું હતું. 

પોલીસે મૃતક અંગે વધારે તપાસ હાથ ધરતા મૃતકને લીવરની તકલીફ હોય જેના કારણે સોમવારનાં રોજ તેને સિવિલ હોસ્પિટલ ખાતે દાકલ કરવામાં આવ્યા હતા. મંગળવારે સફળ ઓપરેશન પણ થયું હતું. જો કે ગુરૂવારે રોજ પત્ની ન્હાઇ રહી હતી ત્યારે મૃતક નીતિનભાઇ હોસ્પિટલનાં બિછાનેથી નાસી છુટ્યા હતા. આ અંગે પોલીસ દ્વારા ગુમ થયાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. 

બીજી તરફ પોલીસ સુત્રોનું માનીએ તો સિવિલ હોસ્પિટલમાંથી નાસી છુટ્યા બાદ વોંકડા પાસે પહોંચા તબિયત લથડતા નીતિનભાઇનું મોત નિપજ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નીતિનભાઇના પરિવારમાં બે બહેનો માં અને તેમનો નાનો ભાઇ હતો. જે જસદણની અંદર છુટક સફાઇ કામ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More