Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં 15 દિવસ પહેલા દેખાયેલા વાઘનો મૃતદેહ મળ્યો, કારણ અકબંધ

ગુજરાતમાં 15 દિવસ પહેલા જ જોવા મળેલા વાઘનો લુણાવાડા રેન્જમાંથી જંગલ વિસ્તારમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતુ થયું છે. ગુજરાતમાં 27 વર્ષ બાદ વાઘ જોવા મળ્યો હતો. અને આ વાઘનું મૃત્યું થતા સ્થાનિકો સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં હતાશા જોવા મળી રહી છે. 
 

ગુજરાતમાં 15 દિવસ પહેલા દેખાયેલા વાઘનો મૃતદેહ મળ્યો, કારણ અકબંધ

અમદાવાદ: ગુજરાતમાં 15 દિવસ પહેલા જ જોવા મળેલા વાઘનો લુણાવાડા રેન્જમાંથી જંગલ વિસ્તારમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતુ થયું છે. ગુજરાતમાં 27 વર્ષ બાદ વાઘ જોવા મળ્યો હતો. અને આ વાઘનું મૃત્યું થતા સ્થાનિકો સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં હતાશા જોવા મળી રહી છે. 

fallbacks

વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વાઘનો મૃતદેહ કોવાયેલી હાલતમાં મળ્યો છે. એટલે તેના મૃતદેહને પીએમ અર્થે મોકવામાં આવશે. અને ત્યાર બાદ જ વાઘના મૃતદેહ અંગેનું રહસ્ય બહાર આવશે. મહત્વનું છે, કે છેલ્લા કેટલાક દિવસથી મધ્યપ્રદેશની રેન્જમાંથી આ વાઘ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. 

ગુજરાતમાં વાઘના વધામણાં બાદ વન વિભાગની જંગલમાં ન જવાની તાકીદ

ઉલ્લેખનિય છે, કે મહિસાગર જિલ્લામાં વાઘ દેખાયા હોવાની પૃષ્ટી કરાયા બાદ વન વિભાગે મહિસાગર વન વિભાગ દ્વારા વાઘના હોવાની પૃષ્ટી કરવા માટે વન વિભાગે નાઇટ વિઝન કેમેરા જંગલમાં ગોઠવવામાં આવ્યા હતા. જેમાં આ વાઘનો વિડિયો કેદ થયો હતો . ત્યારે મહિસાગર જિલ્લાના આ જંગલોમાં વન વિભાગ દ્વારા જંગલમાં જવા માટે સાવચેતીના ભાગરૂપે જંગલમાં લોકોને જવા માટેની ના પાડવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More