ઉદય રંજન/અમદાવાદ: શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારૂની રેડ કરવા દરમ્યાન એક અજીબ કીસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોલીસની ધરપકડથી બચવા ખાટલાનો આસરો લીધો પણ પોલીસે આરોપી ને ખાટલા સહીત ઉંચકી લઇ ગયા હતા.
પોલીસને ખાટલામાં એક વ્યક્તિને લઇ જતા તસવીરોમાં જોઇ રહ્યા છો તે અમદાવાદના સરારદારનગર વિસ્તારના જ્યાં ગઈ કાલે પોલીસે દેશી દારૂની રેડ કરી હતી. અને આ આરોપી જેનું નામ છે. રાજેન્દ્ર માછરેકર આ આરોપીને ત્યાંથી પોલીસને 8400 દેશી દારૂનો વોશ મળી આવ્યો હતો.
જેને કારણે પોલીસે આરોપી રાજેન્દ્ર માછરેકરની ધરપકડ કરવાની હતી. પણ આરોપી ખાટલામાં બેસી ગયો અને ઉભો થવાની આનાકાની કરી ત્યારે પોલીસે આ રીતે ખાટલા સાથે જ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે જ્યારે આરોપીને ખાટલા સાથે ઉંચકીને વિસ્તાર માંથી લઈ જઈ રહી હતી. ત્યારે સ્થાનિકોએ રામ બોલો ભાઈ રામના અવાજો પણ કરતા નજરે પડયા હતા. અને ત્યાર બાદ એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ આરોપી રાજેન્દ્ર માછરેકર સરદારનગર વિસ્તારનો નામી બુટલેગર છે. અને અગાઉ પણ તેના પર અનેક ગુનાઓ નોંધાય ચુક્યા છે. ત્યારે આરોપીનું એવું જાણવું છે કે, તેનો વજન વધુ છે એથી તે ચાલીને જઈ શકે એમ ન હતો. એટલે આરોપીએ આ રીતે ખાટલા સાથે ઉંચકીને લઇ ગયાનું જણાવે છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલા આ દારૂની રેડ ઝોન 4ના ડીસીપી નીરજકુમાર બડગુર્જર તથા એસીપી એ.એમ દેસાઇના નિર્દેશથી કરવામાં આવી હતી. જેમાં સરાદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સી.આર જાદવ તથા બીજા અન્ય પોલીસ અધિકારીઓ સામેલ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે