Home> Gujarat
Advertisement
Prev
Next

હિંમતનગર ડી માર્ટ મોલમાં થયેલ મોબાઈલ ચોરીના ભેદનો ખુલાસો, આરોપી પાસેથી મળ્યું એવું કે....

ઇડર સદાતપુરા પાસે આવેલ અરવિંદ ત્રિવેદી (લંકેશ)ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં રહેલ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તીનો ચાંદીનો મુઘટ અને પાદુકાની ચોરી કરી નાસી ગયા હતા.

હિંમતનગર ડી માર્ટ મોલમાં થયેલ મોબાઈલ ચોરીના ભેદનો ખુલાસો, આરોપી પાસેથી મળ્યું એવું કે....

શૈલેષ ચોહાણ/સાબરકાંઠા: હિંમતનગરના ડી માર્ટમાંથી થોડાક દિવસ પહેલા ચોરી કરેલ મોબાઈલ સહીત બે ચોરીના મોબાઈલ સાથે યુવાનને એલસીબીએ ઝડપી લીધો હતો, તો બીજી તરફ ઇડર સદાતપુરા પાસે આવેલ અરવિંદ ત્રિવેદી (લંકેશ)ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં રહેલ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તીનો ચાંદીનો મુઘટ અને પાદુકાની ચોરી કરી નાસી ગયા હતા.

fallbacks

ગુજરાતમાં જંત્રી 2 ગણી થઈ, ભૂપેન્દ્ર પટેલ સરકારનો આવતીકાલથી ડબલ કરવાનો નિર્ણય

એલસીબી પી.એસ.આઇ. એસ.જે.ચાવડા સ્ટાફના અમરતભાઇ,પ્રહર્ષકુમાર, અનિરૂધ્ધસિંહની ટીમ શુક્રવારે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પ્રહર્ષકુમાર તથા અમરતભાઇને સંયુકત રીતે બાતમી મળી હતી કે વાદળી કલરનો ડિઝાઇનવાળો શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ શખ્સ હિંમતનગર ડિ-માર્ટ મોલમાંથી મોબાઇલની ચોરી કરીને દુર્ગા બજાર પાસે તેને વેચવાની ફિતરતમાં છે. જેને લઈને સ્થળ પર પહોચી તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ પિયુષ જયંતિલાલ જાદવ (ઉ.વ.૨૩, રહે.હાથરોલ વણકરવાસ)નો હોવાનુ જણાવ્યુ હતુ અને તેની પાસેથી બે મોબાઇલ મળી આવ્યા હતા.

ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

પુછપરછ કરતા જણાવ્યું હતું કે થોડાક દિવસ પહેલા મોતીપુરા ડિ-માર્ટ મોલના લન્ચ રૂમના લોકરમાંથી સાંજના સમયે બે મોબાઇલની ચોરી લીધા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ હતી.પિયુષ જયંતિલાલ જાદવની રૂપિયા 18 હજારની કિંમતના બે મોબાઇલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હનુમાન ચાલીસા બોલતા બાળકોને જમવાનું તદ્દન ફ્રી, રેસ્ટોરાંના માલિકનો નવતર પ્રયોગ...

છેલ્લા કેટલાક દિવસથી ઇડર તાલુકામાં ચોરોએ તરખાટ મચાવ્યો છે અને ચોર ટોળકી દિવસ અને રાત્રી દરમ્યાન બંધ મકાન, એટીએમ મશીન,બાઈકો ચોરીને અંજામ આપી પોલીસ અને લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. ત્યારે શુકવારના રાત્રી દરમ્યાન ઈડરના સદાતપુરા પાસે અરવિંદ ત્રિવેદી (લંકેશ)ના અન્નપૂર્ણા નામના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકુચો, તાળું તોડી ઘરની અંદર પ્રવેશ કરી ઘરમાં રાખેલ શ્રી રામ ભગવાનની મૂર્તિનો ચાંદીનો મુગટ અને પાદૂક ચોરી પલાયન થયા છે. જે અંગે ઈડર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More