Home> Gujarat
Advertisement
Prev
Next

આખરે ગુજરાતમાં ભાજપના નેતાની હત્યાનો ભેદ ઉકેલાયો, ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી હત્યા માટે શું હતો ફુલપ્રુફ પ્લાન?

Vapi BJP President Killed : રાજ્યના છેવાડે આવેલ વાપીના કોચરાવા ગામે બે પરિવારો વચ્ચે 10 વર્ષ અગાઉ ખેલાયેલ લોહિયાળ જંગનો બદલો લેવા જે હત્યાકાંડ ખેલાયો તે પોલીસ માટે પડકાર બન્યો હતો. વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે.

આખરે ગુજરાતમાં ભાજપના નેતાની હત્યાનો ભેદ ઉકેલાયો, ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી હત્યા માટે શું હતો ફુલપ્રુફ પ્લાન?

નિલેશ જોશી/વાપી: બદલાની આગ સૌથી ઘાતક માનવામાં આવે છે. બદલા લેવાની જીદ ના કારણે અનેક પરિવારો અને પેઢીઓ તબાહ થઇ ગયા ના અનેક દાખલાઓ ઇતિહાસમાં જોવા મળે છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વાપીના કોચરાવા ગામે બે પરિવારો વચ્ચે 10 વર્ષ અગાઉ ખેલાયેલ લોહિયાળ જંગનો બદલો લેવા જે હત્યાકાંડ ખેલાયો તે પોલીસ માટે પડકાર બન્યો હતો. વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. જિલ્લા પોલીસે આ મામલામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના દિવસ રાતની મહેનતના પગલે 5 આરોપીઓની ધરપકડ થઈ છે. ત્યારે ફિલ્મી સ્ટોરી ને પણ ટક્કર આપે તેવી રીતે શૈલેષ પટેલની હત્યા માટે બનેલા ફુલપ્રુફ પ્લાન શું હતો?

fallbacks

જલદી કરજો, આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે ધરખમ ઘટાડો, 10 ગ્રામનો આ છે ભાવ

વલસાડના વાપીમાં ગઈ 8 મી તારીખે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ફાયરિંગ કરી અને હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક શૈલેષ પટેલ પરિવાર સાથે રાતા ગામના મંદિરમાં દર્શન કરવા ગયા હતા. પરિવારજનો મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને શૈલેષ પટેલ ગાડીમાં રાહ જોઈ રહ્યા હતા. એ વખતે જ એક બાઈક પર આવેલા હુમલાખોરોએ શૈલેષ પટેલને પોઇન્ટ બ્લેન્ક રેન્જ થી ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા હતા. આથી ઘટના સ્થળેજ શૈલેષ પટેલ નું મોત નિપજ્યું હતું . ભાજપના અગ્રણીની હત્યાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. 

ગુજરાતમાં ભાજપના નેતાની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કેમ કરવામાં આવી ગોળી મારીને હત્યા

મૃતકના પરિવારજનોએ આ મામલે મૃતક શૈલેષ પટેલ નાજ ગામ કોચરવાના અન્ય એક પરિવાર ના પાંચ સભ્યો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. સમગ્ર રાજ્ય માં ચર્ચાસ્પદ બનેલ આ હત્યા કાંડ માં શરૂઆતમાં પોલીસને આ મામલે કોઈ ઠોસ સબૂત ન મળતા આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ હતું જોકે વલસાડ જિલ્લા પોલીસે આખરે આ સનસનીખેજ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. અને પાંચ આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ? શિંદેનો સાથ છોડી ઠાકરે પાસે જવા માંગે છે 22 MLA

પોલીસના હાથે લાગેલા આરોપીઓની યાદી પર એક નજર કરીએ તો 1 શરદ ઉર્ફે સદીઓ દયાળ પટેલ, 2 ,વિપુલ ઈશ્વર પટેલ, 3, મિતેશ ઈશ્વર પટેલ, 4, અજય સુમન ગામીત અને 5 , સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુ ની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, 8 મેં ના રોજ શું બન્યું હતું ?

Jio નો ધાંસૂ પ્લાન, 1 દિવસમાં વાપરી શકશો 25 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS

આરોપીઓ ડિસેમ્બર 2022 થી 10 મી જાન્યુઆરી 2023 સુધી દમણમાં જ રોકાયા હતા. ત્યાર બાદ શૈલેષ પટેલની હત્યા માટે આરોપીઓએ રેકી પણ કરી હતી. જોકે જે આરોપીઓએ સોપારી આપી હતી તેમના પર કોઈ શક ન જાય તે માટે આરોપીઓએ કોઈપણ રીતે એકબીજાના સંપર્કમાં રહ્યા વિના હત્યાકાંડને અંજામ આપવા માંગતા હતા. પરંતુ એક વર્ષ અગાઉ સફળતા ન મળતા શાર્પ શૂટરો વતન પરત ફરી ગયા હતા .જોકે ત્યારબાદ ફરી એક વખત ગઈ ત્રીજી તારીખે આરોપીઓ ફરી પાછા શૈલેષ પટેલની હત્યા કરવા વાપી પહોંચ્યા હતા.

અહીં દિવસમાં 3 વાર શિવલિંગ બદલે છે રંગ, મનગમતા જીવનસાથી માટે લોકો માને છે માનતા

શા માટે સર્જાયો હત્યા કાંડ: શું હતું બાદલપુરનું કારણ, 10 વર્ષ પહેલા શું બન્યું હતું ?
મૃતક શૈલેષ પટેલ ના પરિવાર અને તેમના જ ગામ કોચરવાના અન્ય એક પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી ઝઘડો ચાલ્યો આવતો હતો. આથી આરોપીઓ છેલ્લા દસ વર્ષથી બદલો લેવાની રાહ જોઈ રહ્યા હતા. જોકે આખરે એક વર્ષ અગાઉ આરોપી સરદ ઉર્ફે સદીયો પટેલ અને તેના પારિવારિક ભાઈઓ એ દમણ માં યુપી ની એક કોન્ટ્રાક્ટ કિલર ગેંગ ને ત્રણ લેયરમાં શૈલેષ પટેલની હત્યા માટે રૂપિયા 19 લાખ ની સોપારી આપી હતી.

VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ

શું હતો પોલીસ માટે હતો પડકાર ?
આરોપીઓ વાપી થી હત્યાને અંજામ આપ્યા બાદ એકજ બાઈક પર ત્રણ આરોપીઓ પુર ઝડપે વાપી થી નાસિક સુધી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં એક આરોપી બાઇક પરથી ઉતરી ગયો હતો. અને ત્યારબાદ બાકીના બે આરોપીઓ બાઈકમાં છે. મધ્યપ્રદેશ અને પોતાના વતન સુધી પહોંચ્યા હતા .આથી આરોપીઓનું પગેરૂ મેળવવા વલસાડ જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ આશરે 1600 કિલોમીટર જેટલા વિસ્તારના સેકન્ડો સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે.

ડ્રગ્સ-લફરાના ચક્કરમાં બરબાદ થઈ રહ્યા છે સ્ટાર્સ, ટીવી એક્ટરનો ચોંકાવનારો ખુલાસો

ભાજપ અગ્રણી શૈલેષ પટેલની હત્યા કેસ નો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમે દિવસ રાત ઉજાગરા કરી અને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના દેશના અનેક રાજ્યોમાં ધામા નાખ્યા હતા. અને અંતે મોત ની સોપારી આપનાર કોચરવા ગામ ના 3 આરોપી અને 2 કિલર ને રૂપિયા પહુંચાડનાર આમ કુલ 5 આરોપી પોલીસ પાંજરે પૂરાયા છે . 

રામ મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં, રામલલ્લાની મૂર્તિ બનાવવાનું કામ શરુ

પરંતુ આ ખતરનાક કોન્ટ્રાક્ટ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસ હજુ પણ દેશના અન્ય રાજ્યોમાં પડાવ નાખી અને બેઠી છે. આથી આગામી દિવસોમાં શૈલેષ પટેલની હત્યાના કરનાર ગેંગના આકાઓ સુધી પહોંચવામાં વલસાડ જિલ્લા પોલીસને ક્યારે સફળતા મળે છે તે જોઈ રહ્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More