Home> Gujarat
Advertisement
Prev
Next

કળિયુગી માઁ : પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી મહિલા અચાનક બાળક રડવા લાગ્યું અને...

બનાસકાંઠાના થરાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પરણીત મહિલા તેને પ્રેમિકા સાથે નાસી ગયા બાદ તેનો દોઢ વર્ષનો રડતું બાળક અડચણરૂપ બનતા તેની ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બની છે. બનાવને પગલે થરાદ પોલીસે હત્યારી  માતા સાહિત તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

કળિયુગી માઁ : પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી મહિલા અચાનક બાળક રડવા લાગ્યું અને...

અલ્કેશ રાવ/થરાદ : બનાસકાંઠાના થરાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પરણીત મહિલા તેને પ્રેમિકા સાથે નાસી ગયા બાદ તેનો દોઢ વર્ષનો રડતું બાળક અડચણરૂપ બનતા તેની ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બની છે. બનાવને પગલે થરાદ પોલીસે હત્યારી  માતા સાહિત તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

fallbacks

હવામાંથી હવે વિજળી ઉપરાંત પાણીનું પણ બનશે, બનાસ ડેરીએ શોધી કાઢ્યું અનોખું યંત્ર

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ભરત ઠાકોરના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ પીરગઢ ગામરે રહેતી મંજુલા ઠાકોર સાથે થયા હતા. દાંપત્યજીવન દરમ્યાન બન્નેને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી, બે દિવસ અગાઉ ભરતભાઈ તેમની પત્ની અને દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ માતાજી ના નૈવેધ કરવા તેમના વતન બુકણા ગામે માટે ગયા હતા. મોડી સાંજે પરત પોતાના ઘરે આવ્યા બાદ તેની પત્ની પેશાબ કરવાનું બહાને બહાર જઈ તેના પ્રેમી ઉદા માજીરાણાના બાઈક પર બેસીએ ત્યાંથી નાસી ગઈ હતી. 

GUJARAT CORONA UPDATE: નવા 969 દર્દી, 1027 રિકવર થયા, 6 લોકોનાં નિપજ્યાં મોત

આ સમયે ભરતભાઈ ઠાકોરે બૂમાબૂમ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તેની પત્ની દોઢ વર્ષના પુત્રને લઈને તેના પ્રેમિના બાઇક પર બેસીને નાસી ગઈ હતી, બાદમાં ભરતભાઈ અને તેમના પરિવારજનોએ સતત બે દિવસ સુધી તેની શોધખોળ કરી હતી, તેમ છતાં પણ તેમની પત્ની ન મળતા આખરે તેઓ પીરગઢ ગામે તેમની સાસરીમાં બેઠા હતા તે સમયે સમાજના કેટલાક આગેવાનો ગાડીમાં તેમની પત્ની અને મૃત બાળકને મુકવા માટે આવ્યા હતા, બાળકના મૃત્યુ અંગે પૂછતા તેની પત્ની મંજુલા તેના પ્રેમીના ઘરમાં હતી તે સમયે તેનો દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ વારંવાર રડ રડ કરતો હતો. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પહેલા જાણી લો કેટલો થશે ખર્ચ? આ રહી તમામ માહિતી

આજુબાજુના લોકોને ખબર ના પડી જાય તે માટે અડચણરૂપ બનેલા બાળકનું મોઢું દબાવ્યું હતું. જ્યારે તેના પ્રેમીએ તેની ગળું દબાવીને બંને એ આ બાળકનું હત્યા કરી હતી, જે અંગે ભરતભાઈએ ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે તેની પત્ની મંજુલા અને તેનો પ્રેમી ઉદા અમીસંગભાઈ માજીરાણા સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More