Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: PIને લાંચકાંડમાં ફસાવી દેવા PSI નું છટકું, CCTV સામે આવતા થયો ઘટસ્ફોટ

ગાંધીગ્રામ પોલીસ સ્ટેનનાં PI વાળાને લાંચ કેસમાં ફસાવી દેવા PSI જેબલિયા સહિત ત્રણ પોલીસે કાવતરૂ રચીને બુટલેગરનાં ભાઇને વચમાં રાખ્યો હતો. જો કે ફોજદારનો કારસો નિષ્ફળ રહ્યો હતો અને કાવતરાનો પર્દાફાશ થતા ફોજદાર સહિતનાઓ સામે અપહરણ, કાવતરાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી અંકિત શાહના CCTV સામે આવ્યા છે. જેમાં PSI અને કોન્સ્ટેબલ જોવા મળ્યા હતા. 

રાજકોટ: PIને લાંચકાંડમાં ફસાવી દેવા PSI નું છટકું, CCTV સામે આવતા થયો ઘટસ્ફોટ

રાજકોટ : ગાંધીગ્રામ પોલીસ સ્ટેનનાં PI વાળાને લાંચ કેસમાં ફસાવી દેવા PSI જેબલિયા સહિત ત્રણ પોલીસે કાવતરૂ રચીને બુટલેગરનાં ભાઇને વચમાં રાખ્યો હતો. જો કે ફોજદારનો કારસો નિષ્ફળ રહ્યો હતો અને કાવતરાનો પર્દાફાશ થતા ફોજદાર સહિતનાઓ સામે અપહરણ, કાવતરાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી અંકિત શાહના CCTV સામે આવ્યા છે. જેમાં PSI અને કોન્સ્ટેબલ જોવા મળ્યા હતા. 

fallbacks

Gujarat corona update: કોરોનાયુક્ત 902, કોરોના મુક્ત 608, અમદાવાદ સુરતનો ST વ્યવહાર બંધ

CCTV બહાર આવતા રાજકોટ શહેરના માધાપર ચોક નજીક આવેલા મહાવીર સોસાયટીનાં સીસીટીીમાં બે વ્યક્તિ જોવા મળ્યા હતા. જે પૈકી એક PSI એમ.બી જેબલિયા અને તેની પાછળ રહેલ વ્યક્તિ પ્રશાંત રાઠોડ છે. ત્રીજી વ્યક્તિ પ્રતાપ કરપડા છે. જો કે થોડા સમય અગાઉ PSI જેબલિયા અને પ્રશાંતની બદલી થઇ જતા બદલી માટે PI ને જવાબદાર ઠેરવી બંન્નેએ બદલો લેવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે એક બુટલેગરનાં ભાઇને ફરિયાદી બનાવીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગાંધીગ્રામના જ PI ખુમાણસિંહ વાળા વિરુદ્ધ ફરિયાદનો કારસો રચ્યો હતો. આ ફરિયાદી બનાવવા માટે અંકિત શાહ નામના વ્યક્તિનું અપહરણ કરીને તેના પર ફરિયાદ કરવા માટે દબાણ કર્યું હતું. ACB ની ટ્રેપ ગોઠવીને પીઆઇને ફસાવી દેવા માટેનો કારસો રચ્યો હતો. 

કુમાર કાનાણીના પુત્રને કાયદાના પાઠ ભણાવનારી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે તોડ્યા છે અનેક નિયમ

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનાં PI વાળાના રાઇટર જસ્મીન અને બુટલેગર નમન શાહના ભાઇ અંકિત શાહ વચ્ચે સેટિંગની ચર્ચાનો ઓડિયો 10 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચકચાર મચી ગઇ હતી. ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચતા ખાતાકીય તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં પીઆઇ વાળાને તેના જ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ જેબલિયા, હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ અને કોન્ટેબલ પ્રતાપ કરપડા સહિતનાં લોકોએ કાવતરૂ રચ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More