વડોદરા : સંતાનોની ખેવના માટે દંપત્તી શું શું નથી કરતા કેટલાક કિસ્સાઓમાં તો તેઓ અપરાધ પણ આચરી બેસતા હોય છે. આવા જ એક કિસ્સામાં શેર માટીની ખોટ પુરવા માટે પાડોશી બાળકનું અપહરણ કરીને વતનની વાટ પકડી હતી. જો કે વડોદરા ક્રાઇમબ્રાંચ દ્વારા અપહ્યત બાળક સહિત દંપત્તીને ઝડપી લેવામાં આવ્યું હતું. બાળક તેના માતા પિતાને સોંપવામાં આવ્યું હતું. જ્યારે દંપત્તીની ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરા: કારેલીબાગમાં કબ્રસ્તાન બનાવવાની હિલચાલથી સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
ઉત્તરપ્રદેશનાં ફતેપુરાના મલાવ ગામનો વતની અમિત ગયાપ્રસાદ ગડદીયા (ઉ.વ 25) પત્ની અનિતા દેવી સાથે સાથે સુરતમાં મજુરી કામ કરતો હતો. સુરતમાં રામેશ્વર કોલોની, જીઆઇડીસી સચીન ખાતે રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતુ આ દંપત્તી લોકડાઉનનો ફાયદો ઉઠાવી પાડોશમાં રહેતા પરિવારનું ઘોડીયામાં સુતુ બાળક ઉઠાવીને વતનની વાત પકડી હતી. જો કે પોલીસ દ્વારા તેને ગોલ્ડન ચોકડી નજીક ઝડપી લેવામાં આવ્યું હતું.
હું તો ફરીશ જ મને પોલીસનો ડર નથી તેવો વીડિયો બનાવનાર મહિલાને પોલીસે ડરનો પરિચય કરાવ્યો
વડોદરા ક્રાઇમબ્રાંચના અનુસાર જીઆઇડીસી સચિન ખાતે રહેતા અનિતાદેવી બિસ્કિટ આપવાના બહાને બાળકને લઇ ગયા હતા. પરત ન ફરતા તેના માતા પિતાએ તપાસ કરી હતી. આખરે પોલીસ ફરિયાદ થઇ અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરા બંન્નેને ઝડપી લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે