Home> Gujarat
Advertisement
Prev
Next

દંપત્તી દમણથી દારૂ ભરી રાજકોટ જતું હતું: સમયની મજબુરી છે સાહેબ માટે આવો ધંધો કરવો પડ્યો

  હાલમાં જ લોકડાઉનના કારણે જે સ્થિતીનું નિર્માણ થયું છે તેના કારણે ભલભલાના ધંધા અને વ્યવસાય ભાંગી પડ્યા છે. જેથી કરીને અનેક લોકો ખોટા અયોગ્ય ધંધા કરવા માટે મજબુર બન્યા છે. આવુ જ એક દંપત્તી આજે પોલીસ દ્વારા ઝડપાયું હતું. સંઘપ્રદેશ દમણમાંથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલા આ દંપત્તીને પોલીસે ઝડપી લીધા છે. આ દંપત્તી રાજકોટથી દમણ દારૂ લેવા માટે આવ્યા હતા. આરોપી પતિ પત્ની પોતાની ગાડી સાથે દમણથી દારૂ ભરીને ગુજરાતમાં આવ્યા હતા. પોતાની ગાડીમાં જ સીટ અને અનેક જગ્યાએ બનાવેલા ચોરખાનાઓમાં દારૂ સંતાડીને ગુજરાતમાં લાવતા હતા. જો કે વાપી પોલીસે બંન્નેને ઝડપી લીધા હતા. 

દંપત્તી દમણથી દારૂ ભરી રાજકોટ જતું હતું: સમયની મજબુરી છે સાહેબ માટે આવો ધંધો કરવો પડ્યો

સુરત :  હાલમાં જ લોકડાઉનના કારણે જે સ્થિતીનું નિર્માણ થયું છે તેના કારણે ભલભલાના ધંધા અને વ્યવસાય ભાંગી પડ્યા છે. જેથી કરીને અનેક લોકો ખોટા અયોગ્ય ધંધા કરવા માટે મજબુર બન્યા છે. આવુ જ એક દંપત્તી આજે પોલીસ દ્વારા ઝડપાયું હતું. સંઘપ્રદેશ દમણમાંથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલા આ દંપત્તીને પોલીસે ઝડપી લીધા છે. આ દંપત્તી રાજકોટથી દમણ દારૂ લેવા માટે આવ્યા હતા. આરોપી પતિ પત્ની પોતાની ગાડી સાથે દમણથી દારૂ ભરીને ગુજરાતમાં આવ્યા હતા. પોતાની ગાડીમાં જ સીટ અને અનેક જગ્યાએ બનાવેલા ચોરખાનાઓમાં દારૂ સંતાડીને ગુજરાતમાં લાવતા હતા. જો કે વાપી પોલીસે બંન્નેને ઝડપી લીધા હતા. 

fallbacks

પોલીસ તંત્ર નિષ્ફળ? હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં જતી યુવતીઓને સેક્સ સ્લેવ બનાવવાનું મોટુ ષડયંત્ર !

દમણથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ જઇ રહ્યા હતા તે વખતે જ દમણમાંથી ગુજરાતમાં પ્રવેશતા જ વાપી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે પ્રથમ કારને રોકી હતી. આ કારની તપાસ હાથ ધરી હતી. દમણ અને ગુજરાતની બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. જો કે લોકડાઉન ખુલ્યા બાદથી ફરી દારૂની હેરાફેરી શરૂ થઇ હતી. લોકડાઉનમાં પાયમાલ થયેલા લોકો પણ આવા બિનકાયદેસર ધંધાઓ કરવા માટે મજબુર બન્યા છે. આ દંપત્તીએ પોતાની ગાડીમાં સાથે બાળક પણ રાખ્યું હતું જેથી પોલીસને શંકા ન જાય. 

લોકો માટે બર્ડ પાર્ક ખુલ્લો કરીને સુરતના યુવાને કહ્યું, ‘આ મારો પરિવાર છે’

ગાડીનું પ્રાથમિક દ્રષ્ટીએ જોતા કાંઇ પણ શંકાસ્પદ લાગ્યું નહોતું. જો કે ચોકસાઇથી તપાસ કરતા કારની સીટોમાં બનાવેલા ચોર ખાના અને ગાડીમાં વિવિધ જગ્યાએ રહેલા ચોર ખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટનું આ દંપત્તી દમણથી દારૂ ભરીને આવી રહ્યું હતું. દંપત્તીએ ઝડપાયા બાદ કાકલુદી કરતા જણાવ્યું કે, મજબુરીમાં આ બધુ કરવું પડી રહ્યું છે. પોલીસ કારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો અને કાર સહિત દંપત્તીની એક લાખથી વધારેની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More